AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શું કર્યો દાવો ?

0
132
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શું કર્યો દાવો ?
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શું કર્યો દાવો ?

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. તમામ પક્ષો સતત પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની સાથી પાર્ટી BRS વિશે કહ્યું કે ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં સરકાર બનશે. તેમણે પોતાની પાર્ટીના નવ ઉમેદવારોની જીતનો દાવો પણ કર્યો છે.

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીમાં જીત નોંધાવવા માટે તમામ પક્ષો પૂરા પ્રયાસ કરી રહ્યા છે. તમામ પક્ષોના સ્ટાર પ્રચારો રાજ્યમાં સતત રેલીઓ અને જાહેર સભાઓને સંબોધિત કરી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા પોતપોતાની જીતનો દાવો કરીને જાહેરાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ એકબીજા પર સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકારણ તેજ બન્યું છે. પરંતુ આ દરમિયાન, અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે તેમના નિવેદન દ્વારા દાવો કર્યો કે સીએમ ચંદ્રશેખર રાવતના નેતૃત્વમાં BRS આગામી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવશે. તેમણે કહ્યું કે, અમે અમારી તાકાત પર તેલંગાણામાં સરકાર બનાવીશું. દાવો કર્યો કે તેમની પાર્ટી તમામ નવ બેઠકો જીતશે જેના પર તે ચૂંટણી લડી રહી છે.

પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે BRS પોતાના દમ પર સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો મેળવશે અને AIMIM તમામ નવ મતવિસ્તારો જીતશે. તેલંગાણામાં BRSના સાથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ આગામી વિધાનસભા ચૂંટણી માટે નવ મતવિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. તમને જણાવી દઈએ કે AIMIM એ તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં સાત સીટો જીતી હતી.

ચૂંટણી પ્રવાસ પર ઓવૈસીએ કહ્યું, લોકોનો પ્રેમ મળી રહ્યો છે

ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર અંગે ઓવૈસીએ કહ્યું કે, આ ખૂબ જ સારી પ્રક્રિયા છે. લોકોને અમારી પાર્ટી પ્રત્યે પ્રેમ અને લાગણી છે. મને ખાતરી છે કે આ પ્રેમ મતમાં બદલાઈ જશે. અમે ચોક્કસપણે વિજય નોંધાવીશું.

AIMIMના પ્રમુખ ઓવૈસીએ કહ્યું, ભાજપ જાતિ ગણતરીનો વિરોધ કરે છે

જાતિ ગણતરીના મુદ્દે ઓવૈસીએ કહ્યું કે, તેલંગાણામાં ભાજપના અધ્યક્ષ બંડી સંજય કુમાર હતા. પરંતુ ભાજપે તેમને હટાવીને ઉચ્ચ જાતિના વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા. તેઓ જાતિની વસ્તી ગણતરીના વિરોધમાં છે. તેઓ તેને પૂર્ણ કરવા માંગતા નથી. આ OBC પર ભાજપની વિચારસરણીને ઉજાગર કરે છે. ઓવૈસીએ બીઆરએસ શાસન દરમિયાન લઘુમતી કલ્યાણ માટે કરેલા કાર્યો પર ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા સાડા નવ વર્ષમાં રાજ્યમાં સાંપ્રદાયિક શાંતિ જળવાઈ રહી છે અને કોઈ મોબ લિંચિંગની ઘટના બની નથી.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ