પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર શરૂ થયેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી . હુગલીમાં સોમવારે મોડી રાત્રે રેલવે સ્ટેશનની બહાર પથ્થરમારો થયો હતો. પૂર્વ રેલવેના ચીફ પીઆરઓ કૌશિક મિત્રાએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાવડા-બંદેલ રૂટ પર તમામ લોકલ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન રાત્રે 10 વાગ્યાથી બીજા દિવસે બપોરે 1 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. હુગલીમાં હિંસા બાદ રાજ્યના ગવર્નર સીવી આનંદ બોઝે પોતાનો દાર્જિલિંગ કાર્યક્રમ રદ્દ કરીને કોલકાતાના હુગલી જિલ્લાના રિશરની મુલાકાત લીધી હતી. સીવી આનંદે હુગલીમાં પીડિતો સાથે મુલાકાત કરી હતી