ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને લીગલ નોટીસ ફટકારી
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર વિવાદાસ્પદ ટીપ્પણી બાદ નોટીસ ફટકારાઈ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર વાંધાજનક ટીપ્પણી કરી હતી. સીએમ બેનર્જીએ કહ્યું હતું કે, “ધ કાશ્મીર ફાઈલ્સ અને આવનારી ફિલ્મ જે બંગાળમાં થયેલા નરસંહાર પર આધારિત છે તે એક પ્રોપેગેન્ડા છે. આ ફિલ્મ બનાવવા માટે બીજેપી અગ્નિહોત્રીને ફંડ આપે છે.” આ નિવેદનને લઈને ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ સીએમ મમતા બેનર્જીને લીગલ નોટીસ પાઠવી છે. અગ્નિહોત્રીએ આ મામલે જણાવ્યું હતું કે, “કેટલાક લોકોએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મને ચૂપ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હું કેવી રીતે જીવું છું એ ફક્ત હું જ જાણું છું. કેટલાક સાંપ્રદાયિક તથ્યો તપાસનારાઓએ મારી પુત્રીની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી હટાવીને તેને પ્રસારિત કરી છે. જે એક નિર્લજ્જ કૃત્ય છે.”