Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…

0
181

Weather Update: દેશના અનેક રાજ્યો છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ(Monsoon 2024)વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાન સહિત 22 રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે પશ્ચિમ રાજસ્થાન અને આંદામાન નિકોબાર ટાપુઓમાં અને ગુરુવારે પશ્ચિમ રાજસ્થાન, કેરળ અને ઓડિશામાં વરસાદને લઈને ઓરેન્જ  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો. જેના કારણે સવારની શરૂઆત પણ કાળા વાદળો અને હળવા વરસાદ સાથે થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…

Weather Update: મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક માં યલો એલર્ટ

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક વિસ્તારો, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળના મોટાભાગના ભાગો અને તમામ પૂર્વોત્તર રાજ્યો સહિત 22 રાજ્યોમાં બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે જ ગુજરાતમાં પણ ભારે વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના (Weather Update) છે. આજે સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડશે. ચાલો જાણીએ કે દિલ્હી અને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં હવામાન કેવું રહેશે.

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ…

કેવું રહેશે આજે દિલ્હીનું હવામાન?

દિલ્હી-એનસીઆરમાં આજે એટલે કે બુધવારે સવારે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગનો અંદાજ છે કે બુધવારે દિલ્હી વાદળછાયું રહેશે અને ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. બુધવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે વાદળો આવવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોરદાર પવન પણ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 34 અને 23 ડિગ્રી હોઈ શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર (Weather Update) કર્યું છે.

ત્રિપુરામાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન

આ તરફ ભારે વરસાદને કારણે ત્રિપુરામાં પૂરની સ્થિતિ છે. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે કેન્દ્ર રાજ્યમાં પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ મોકલશે. રાજ્યમાં કુલ 17 લાખ લોકો કુદરતી આફતથી પ્રભાવિત થયા છે અને 1.37 લાખ લોકો બેઘર બન્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં પૂરથી થયેલા વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ મોકલશે.

શિમલામાં મુશળધાર વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે 126 રસ્તાઓ બંધ છે. ભૂસ્ખલનને કારણે અની-કુલુ નેશનલ હાઈવે પણ 10 કલાક સુધી બંધ રહ્યો હતો.જ્યારે રાજધાની શિમલામાં મુશળધાર વરસાદને કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સવારે વરસાદના કારણે શાળાએ જતા બાળકો અને ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગામી બે દિવસ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. (Weather Update)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો