પંજાબમાં બધીજ લોકસભા સીટો અમે જીતીશું : કેજરીવાલનો હુંકાર

1
47
પંજાબમાં બધીજ લોકસભા સીટો અમે જીતીશું : કેજરીવાલનો હુંકાર
પંજાબમાં બધીજ લોકસભા સીટો અમે જીતીશું : કેજરીવાલનો હુંકાર

પંજાબમાં વિકાસ ક્રાંતિ રેલીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી લોકસભા ૨૦૨૪ની ચૂંટણીની જાણે તૈયારીના ભાગ રૂપે પંજાબના ગુરુદાસપુર જીલ્લામાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને આગામી ચૂંટણીઓમાં પંજાબમાં તમામ 13 બેઠો સાથે આમ આદમી પાર્ટી પ્રચંડ વિજય સાથે દિલ્હીમાં પોતાનું પ્રતિનિધિત્વ પંજાબની જનતા માટે કરશે . વિકાસ ક્રાંતિ રેલીમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન એક રેલીને સંબોધતા આગામી ચૂંટણીઓની તૈયારી કરવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો. ભારત પાકિસ્તાનના સરહદી જીલ્લા ગુરુદાસપુરમાં રૂપિયા ૧૮૫૪ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સમારોહમાં બંને દિગ્ગજ નેતાઓએ દેશના વિકાસ અને પંજાબ પણ દરેક ક્ષેત્રમાં ઉંચાઈઓ પ્રાપ્ત કરે તે માટે સંકલ્પ વ્યક્ત કર્યો અને આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ અહી વિકાસની ગતિ પુર ઝડપે આગળ વધી રહી છે તે પણ પોતાના સંબોધનમાં જણાવ્યું.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે પંજાબે આટલો મોટો વિકાસ ક્યારેય જોયો નથી. જેમાં એક જ દિવસમાં ૧૮૫૪ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરુ થયા છે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે રાજ્યના યુવાનો માટે નોકરીની તકો , ધોરણસરનું શિક્ષણ, ઔદ્યોગિક વિકાસમાં તે મહત્તમ રોકાણ પૂરું પાડવામાં આવશે અને રાજ્ય સરકાર જરૂરી ફંડ પણ આપશે. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આર ડી એફનો હિસ્સો અટકાવ્યો છે અને ફંડ ન મળતા પંજાબના ગ્રામીણ વિસ્તારોના વિકાસને ઠેસ પહોંચી છે.

ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલ પર મુખ્યમંત્રી ભગવંત માને શાબ્દિક પ્રહાર કર્યા હતા. અને કહ્યું કે અ મત વિસ્તારના પ્રતિનિધિ ક્યારેય ચૂંટણી જીત્યા પછી અહી ફરક્યા નથી અને જીલ્લાના નાગરિકોને પોતાની દયા પર છોડી દીધો છે . ભાજપના આ સાંસદને પોતાના મતવિસ્તારની ચિંતા નથી અને અહીંથી ગાયબ થઇ ગયા છે . સામાન્ય માણસોની તકલીફો તેઓ કેવી રીતે સમજશે ? કારણકે તેઓ અહી લોકોની વચ્ચે આપેલા વચનો પૂર્ણ કરવા આવતા નથી. આમ આદમી પાર્ટી પંજાબમાંથી આ વખતે લોકસભામાં બધી સીટો જીતીને પંજાબના વિકાસને આગળ ધપાવશે. વધુમાં તેમણે જણાવ્યું કે પંજાબ સરકાર ૩૭૦૦૦થી વધુ યુવાનોને મફત વીજળી, શાળામાં ભણતર , અમ આદમી કલીનીક, નોકરીઓ આપીને વીકના સહભાગી બનાવી રહી છે. આ ઉપરાંત વડીલોને તીર્થ યાત્રા મફતમાં કરાવીને વડીલોના આશીર્વાદ મેળવી રહી છે. સમાજના દરેક વર્ગને આ મોટી યોજનાઓ આકર્ષિત કરી રહી છે.

1 COMMENT

Comments are closed.