ઇઝરાયેલ પર ૫૦૦૦થી વધુ રોકેટ છોડીને ઈઝરાયેલને અચાનક હચમચાવી રાખનાર ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ પર ઇઝરાયેલ તાબડતોબ જવાબી હુમલા કરી રહ્યું છે. તેને ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઈન નાગરિકોને જગ્યા છોડી દેવાની સુચના આપી છે અને આક્રમક જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલ સેના અને એરફોર્સ અનેક ઠેકાણે જ્યાં હમાસના સંગઠન જગ્યા જ્યાં સક્રિય છે ત્યાં બોમ્બ વર્ષા કરીને હમાસના પાયા હચમચાવી નાખવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતાર્યું છે અને આ યુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યું છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં મોટા પાયે જાનહાની થઇ હોવાના અહેવાલ છે.
પેલેસ્ટાઈન સ્વસ્થ મંત્રાલયના જણાવ્યા મુજાવ અત્યાર સુધીમાં અંદાજે ૨૦૦થિ વધુ લોકોના મોત થયા છે જયારે ૧૬૦૦થિ વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઇઝરાયલ હાલ તેના પર થયેલા હુમલાનો બદલો ઓપરેશન સ્વોર્ડઓફ આયર્ન દ્વારા લઇ રહ્યું છે. વિશ્વભરની નજર ઈઝરાયેલના નિર્ણયો પર ટકેલી છે. જર્મની, ભારત, અમેરિકા જેવા દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે અને સાઉદી અરેબિયાએ બંને દેશોને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને શાંતિથી ઉકેલ લાવવાની સલાહ આપી છે. એક તરફ ઇઝરાયેલ લડી લેવાના મૂડમાં છે ત્યારે હમાસ પણ વળતા હુમલાથી જવાબ આપી રહ્યું છે. આ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયેલ વડાપ્રધાન કાર્યાલય તરફથી એ સુચના બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આયુ છેકે કોઈ પણ ઇઝરાયેલ નાગરિક સોશિઅલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપે અને તેને ફેલાવવામાં શત્રુ દેશને સાથ ન આપે અ ઉપરાંત દેશના નાગરિકો સંયમ સાથે દેશની કટોકટીના સમયમાં સૈનિકો, પોલીસ તંત્રને મદદ કરવા આગળ આવે. પૂર્વ વડાપ્રધાન પણ સૈનિકોની છાવણીમાં પહોંચીને કોઈ પણ રાજનીતિ કાર્ય વિના મેદાનમાં ઉતર્યા છે .
આપને જણાવી દઈએ કે ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંઘાર વર્ષો જુનો છે ગાઝા પટ્ટી પર રહેતા ગઝનને તાત્કાલિક સ્થળ છોડી દેવાની ચીમકી આપતા ઈઝરાયેલે તમામ તાકાતનો ઉપયોગ કરીને ઘરે ઘરે જઈને આતંકીઓને સાફ કરવામાં આવશે તેવી ચેતવણી વડાપ્રધાન નેતન્યાહુએ આપી છે. તેમને ઇઝરાયેલ પર હુમ,લાને કાળો દિવસ જાહેર કરીને હમાસના પાયા કાટમાળમાં ફેરવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે IDF હમાસના પાયા નેસ્તનાબુદ કરશે.
ઈઝરાયેલના તમામ નાગરિકો હાલ પોતાના દેશ માટે ઘાયલ થનાર નાગરિકો, પોલીસ જવાનો અને સેનાના જવાનો માટે બ્લડ ડોનેશન કરી રહ્યા છે. તેવા વિડીઓ સો. મીડિયા પર આવી રહ્યા છે. ઈઝરાયેલના જવાબથી હમાસ અને ગાઝા પટ્ટીમાં હાહાકાર મચ્યો છે.