Ibrahim Zadran on Man of The Match (WC 2023) : પાકિસ્તાન સામે 8 વિકેટે વિસ્ફોટક જીત મેળવ્યા બાદ, સનસનાટીભર્યા અફઘાનિસ્તાન ટીમે વર્લ્ડ કપ (WC 2023)માં બીજો મોટો અપસેટ સર્જ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને સનસનાટી મચાવનાર અફઘાનિસ્તાને એક તેજસ્વી પ્રદર્શન ચાલુ રાખ્યું છે અને કહ્યું છે, ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે. આ જીત બાદ પાંચ મેચમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે. પાકિસ્તાનના પણ એટલા જ પોઈન્ટ છે, પરંતુ પાકિસ્તાનની આ સતત ત્રીજી હારના કારણે તેની સેમિફાઈનલમાં પહોંચવાની તકને ફટકો પડ્યો છે.
મેન ઓફ ધ મેચ ઈબ્રાહિમ ઝદરાન (Ibrahim Zadran) :
ઝદરાને મેચ બાદ કહ્યું, “હું મારી જાત માટે અને મારા દેશ માટે ખૂબ જ ખુશી અનુભવું છું. હું આ મેન ઓફ ધ મેચ એવોર્ડ તેમને સમર્પિત કરવા માંગુ છું જેઓને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પાછા ધકેલવામાં આવે છે. હું સકારાત્મક વિચારસરણી અને પાક્કા ઇરાદા સાથે ત્યાં જવા માંગુ છું. અને મેં તે કર્યું.
“I am feeling very glad for myself and for my country. I want to dedicate this man of the match award to those who are sent back to Afghanistan from Pakistan”“To Those Sent Back From Pakistan To Afghanistan”
– Ibrahim Zadran
અમે (ગુરબાઝ) અને મેં એકબીજા સાથે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. વિકેટ વચ્ચે દોડતી વખતે અમારી વચ્ચે સારો સંપર્ક (વાતચીત) છે કારણ કે અમે અંડર-16 દિવસથી સાથે રમીએ રહ્યા છીએ. શરૂઆતની ભાગીદારીમાં ગુરબાઝે જે રીતે સપોર્ટ કર્યો મને મદદ કરી અને અમે મેચ અમારી તરફેણમાં ખેંચી દીધી. હું મારી જાત અને મારા દેશ માટે ખૂબ સારું અનુભવું છું.

અફઘાનિસ્તાનને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રહેમાનુલ્લા ગુરબાઝ (53 બોલમાં 65 રન) અને ઈબ્રાહિમ ઝદરાન (113 બોલમાં 87 રન) એ પ્રથમ વિકેટ માટે 130 રન જોડીને અફઘાનિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી હતી.

આ પછી રહમત શાહ (84 બોલમાં અણનમ 77) અને કેપ્ટન હસમતુલ્લાહ શાહિદી (45 બોલમાં અણનમ 48)એ ત્રીજી વિકેટ માટે 96 રનની અતૂટ ભાગીદારી કરી હતી, જેના કારણે અફઘાનિસ્તાને 49 ઓવરમાં 2 વિકેટે 286 રન બનાવીને જીત હાંસલ કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સરકારી રેડિયોના અહેવાલ મુજબ 21 ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં 3,248 અફઘાન શરણાર્થીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે, પાકિસ્તાની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, બિનદસ્તાવેજી સ્થળાંતર કરનારાઓને હાંકી કાઢવાની સમયમર્યાદા જાહેર કરવામાં આવી ત્યારથી 51,000 થી વધુ અફઘાનોને દેશનિકાલ (પાકિસ્તનમાંથી) કરવામાં આવ્યા છે. 1 નવેમ્બરથી કોઈને પણ પાકિસ્તાન-અફઘાન સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પાકિસ્તાનમાં અંદાજે 1.73 મિલિયન અફઘાનીઓ પાસે કાનૂની દસ્તાવેજોનો અભાવ છે.