Ukai Dam: સુરત શહેરમાં સરેરાશ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55.15 ઈંચ થયો છે, જે 99 ટકા છે. ઉકાઈ ડેમની સતત સપાટી વધવાને પગલે ઉકાઈ ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
- હાલ ડેમમાં પાણીની આવક 2,47,363 ક્યુસેક
- ડેમમાંથી પાણીની જાવક પણ 2,47,363 ક્યુસેક
- નદી કિનારેના ગામોને કરવામાં આવ્યા એલર્ટ
- તાપી ગાંડીતૂર થતા સુરતના ઓવારા પર જળસ્તર વધ્યું
Ukai Dam: ઉકાઈ ડેમમાં વધી રહી છે પાણીની આવક
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક હાલ ડેમમાં પાણીની આવક 2 લાખ 47 હજાર 363 ક્યુસેક ડેમમાંથી પાણીની જાવક પણ 2 લાખ 47 હજાર 363 ક્યુસેક ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી ભરપૂર વહી રહી છે. આ સ્થિતિને પગલે તાપી નદી કિનારેનાં ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યાં છે અને માછીમારોને માછીમારી ન કરવા જવા અપીલ કરી છે.
સુરતના તાપી નદી કિનારે આવેલા અલગ અલગ ઓવરા ઉપર પાણીનો સ્તર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમ (Ukai Dam) ની ભયજનક સપાટી 345 ફૂટ છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એને ધ્યાનમાં રાખીને ડેમનું લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ પાણીની આવક ખૂબ વધી રહી છે, એના કારણે રૂલ લેવલ કરતાં પણ સપાટી વધી ગઈ છે. આજે તાપી નદીને આસપાસના વિસ્તારોમાં પાણી છોડવાની અસર દેખાશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો