War Escalates:મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો આજે બીજો દિવસ છે. ઈરાને વળતો પ્રહાર કરતા કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે.
War Escalates:ઈરાનનો મોટો દાવો: 560 અમેરિકન સૈનિકોના મોત

ઈરાની સૈન્ય સંગઠન IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેમના હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. ઈરાને અમેરિકાના વિશાળ યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ પર ચાર બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાનું પણ જણાવ્યું છે. જોકે, અમેરિકાએ આટલી મોટી સંખ્યામાં જાનહાનિના દાવાને નકારી કાઢ્યો છે.
War Escalates:કુવૈત અને બહેરીનમાં તબાહી, એમેઝોનનું ડેટા સેન્ટર ઠપ
ઈરાને તેના વળતા પ્રહારમાં પડોશી દેશોમાં આવેલા અમેરિકી મથકોને નિશાન બનાવ્યા છે:
- કુવૈત: ‘અલી અલ-સલેમ’ એરબેઝ પર હુમલો કરી તેને સંપૂર્ણ ઠપ કરી દીધાનો દાવો.
- બહેરીન: અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા.
- UAE: હુમલાના કારણે એમેઝોનના ક્લાઉડ યુનિટ (AWS) ના ડેટા સેન્ટરમાં આગ લાગતા ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ છે.
War Escalates:ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર: “4 અઠવાડિયામાં જંગ ખતમ કરીશું”
બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે અમેરિકી સેનાએ ઈરાનના 9 મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કર્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આગામી 4 અઠવાડિયામાં આ ઓપરેશન પૂરું કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં અમેરિકાએ ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે.
લેબેનોન પર ઈઝરાયલના પ્રચંડ હુમલા
ખામેનેઈના મોત બાદ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલાના જવાબમાં ઈઝરાયલે લેબેનોનની રાજધાની બેરુત પર ભયાનક હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાની એરબેઝ અને મિસાઈલ લોન્ચ સાઈટો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકનો વીડિયો પણ જાહેર કર્યો છે.
આ પણ વાંચો :ઈરાન–ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર : વડાપ્રધાન મોદીએ આજે રાત્રે CCSની બેઠક બોલાવી




