Wall Collapse: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના શાહપુરમાં દિવાલ ધરાશાયી થવાથી 9 બાળકોના મોત થયા છે. નાના બાળકોના મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે.
વાસ્તવમાં શાહપુરના હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. સાવન માસમાં મંદિરમાં સવારથી જ શિવલિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. 8 થી 14 વર્ષના બાળકો પણ શિવલિંગ બનાવવા આવ્યા હતા. બાળકો શિવલિંગ બનાવી રહ્યા હતા, ત્યારે મંદિર પરિસરની બાજુમાં માટીની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ લગભગ પચાસ વર્ષ જૂની હતી.
Wall Collapse: ઘટના સ્થળ પર કરૂણ દ્રશ્યો
આ દિવાલ શિવલિંગ બનાવતા બાળકો પર સીધી પડી હતી, જેના કારણે એક સાથે આઠ બાળકોના દર્દનાક મોત થયા હતા. સ્થળ પર કરૂણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યાં હાજર લોકોએ તરત જ કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું, ત્યારબાદ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા. શહેર કાઉન્સિલ અને પોલીસ રાહત કાર્યમાં લાગેલી છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ રાહલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સાગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
આ ઘટના બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ હતી અને તુરંત જ દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેર કાઉન્સિલ, પોલીસ અને રહેવાસીઓ રાહત કાર્યમાં જોડાયા હતા. આ દિવાલ મંદિર સંકુલની બાજુમાં આવેલી હતી અને છેલ્લા પચાસ વર્ષથી જર્જરિત હાલતમાં હતી. તેના નવીકરણ અથવા દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો