સુરતના હીરા પર ઈઝરાઈલ – હમાસ યુદ્ધનું લાગ્યું ગ્રહણ

2
107
સુરતના હીરા પર ઈઝરાઈલ - હમાસ યુદ્ધનું લાગ્યું ગ્રહણ
સુરતના હીરા પર ઈઝરાઈલ - હમાસ યુદ્ધનું લાગ્યું ગ્રહણ

ગુજરાતની સુરત અને હીરાની ચમક જ્યાં રાત દિવસ જોવા મળે છે સુરત શહેરના હીરા ઉદ્યોગ પર ઈઝરાઈલ – હમાસ યુદ્ધની અસર દેખાવા લાગી છે. અને મંદીના વાદળો છવાયા છે. સુરતનો હીરા ઉદ્યોગ દુનિયાભરમાં છવાયો છે. અને સુરતનો વેપાર ગુજરાતની અને દેશની કરોડરજ્જુ સમાન છે. જાણે કોરોના કાળ પછી માંડ બેઠો થયેલો સુરતનો હીરા ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો કારીગરોની લકીર પર ચિંતાના વાદળો એટલે જોવા મળે છે . છેલ્લા બે વર્ષી યુક્રેન રશિયા યુદ્ધ દરમીયાન સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર દેખાવા લાગી હતી ત્યારે ફરી એક વાર સુરતના હીરાની ચમક પર ઘેરી અસર વર્તાવવા લાગી છે. કારણકે સુરતના હીરા વેપારનું મુલ્ય આશરે 4200 કરોડ રૂપિયા છે. અને ઈઝરાઈલ હમાસ સંઘર્ષની વિપરીત અસર સુરતમાં દેખાવા લાગી છે . એક તરફ તહેવારો શરુ થઇ ચુક્યા છે અને નવરાત્રીની રમઝટ જામી છે તે વચ્ચે સુરતના હીરા ઉદ્યોગને દિવાળી પહેલા સારા કારોબારની આશા હતી તેના પર જાણે પાણી ફરી વળ્યું છે.

સુરતના હીરા વેપારીઓની ઓફીસ પણ આવેલી છે ઈઝરાઈલના લગ અલગ શહેરોમાં

2

સુરત્નોમ કરોડો રૂપિયાનો વેપાર જયારે ઈઝરાઈલ સાથે થતો હોય ત્યારે 20 થી વધુ વેપારીઓની ઓફીસ અને કારોબાર ત્યાં અલગ અલગ શહેરોમાં સ્થિત છે અને કરોડો રૂપિયાનો કારોબાર થઇ રહ્યો છે. વિશ્વિક મંદીની અસરતો હતી જ ત્યાં વળી આ સંઘર્ષ થતા નિકાસ અને ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે. ઈઝરાઈલ સાથેનો જેમ્સ એન્ડ જ્વેલરીનો વેપાર જયારે મજબુત તબક્કામાં હોય ત્યારે દિવાળીના બરાબર એક મહિના પહેલા જ મંદી જોવા મળી રહી છે અને રત્ન કલાકારોમાં બે રોજગારી, યોગ્ય વળતર અંગેની ચિંતા તો હતી જ પરંતુ હવે વૈશ્વિક મંદી વચ્ચે ઈઝરાઈલ – હમાસ યુદ્ધ થતાજ જે દિવાળી પહેલા કારોબાર થવાની અને ત્યાર બાદ ક્રિસમસ પહેલા કારોબાર થવાની વેપારીઓને અને રત્ન કલાકારોને આશા હતી પરંતુ હવે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો દિવાળી તો બગડશે પણ ડિસેમ્બરમાં નાતાલનું પર્વ પણ બગડશે . અને સુરતના હીરા ઉધોગ માટે જાણે ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે અને દિવાળીની રોશની વચ્ચે રત્ન કલાકારોનું અને વેપારીઓનું ભવિષ્ય અંધકારમય બનશે જો યુદ્ધ અટકશે નહિ તો.

2 COMMENTS

Comments are closed.