SBI રીસર્ચના એક અહેવાલમાં ખૂલાસો

0
62

RBI રેપો રેટ વધારવા પર રોક ચાલુ રાખી શકે

વર્ષ 2023-24 માટે ફુગાવાના અંદાજમાં ઘટાડો થાય તેવી અપેક્ષા

અંતિમ નિર્ણયની જાહેરાત 8 જૂન, ગુરુવારના રોજ થશે

SBI રીસર્ચના એક અહેવાલમાં જાણવા મળ્યું છે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી દ્વિમાસિક નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટ વધારવા પર રોક ચાલુ રાખી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિની બેઠક આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. અંતિમ નિર્ણયની જાહેરાત 8 જૂન, ગુરુવારના રોજ થશે. આ અહેવાલ પ્રમાણે, આરબીઆઈ વર્ષ 2023-24 માટે ફુગાવાના અંદાજમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે. ભારતમાં છૂટક ફુગાવો વર્ષ 2023-24 માટે 5.2 ટકા થવાનો અંદાજ છે, જે RBI દ્વારા તેની એપ્રિલની નાણાકીય નીતિની બેઠકમાં અંદાજવામાં આવ્યો હતો. એપ્રિલની નાણાકીય નીતિમાં RBIએ પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવો 5.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 5.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રહેવાની આગાહી કરી હતી.