૨૦૨૩ માં નવી લોન્ચ થતી શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર. ઈન્ટરનેશનલ કમ્બશન એન્જીન ધરાવતા ફોર વ્હીલરની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનોની કિમંત સસ્તી છે તે એકદમ સાચી વાત છે. ૨૦૨૨ થી ૨૦૨૩ માં ભારતમાં ઇલેક્ટ્રિક કારમાં વધારો થયો છે. આવો જાણીએ ઇલેક્ટ્રિક વાહનોના ફાયદા અને નવી લોન્ચ થયેલ કારની યાદી.
ઈવીના ફાયદા
૧. ઓછા ખર્ચે ચાલતી
પેટ્રોલ ડીઝલની કિમંતની તુલનામાં ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવા માટેનો ખર્ચ ઘણો ઓછો છે. તમે સોલર જેવા નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને ખર્ચને ઘટાડી શકો છો.
૨. જાળવણી ખર્ચ ઓછો
પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનોને નિયમિત જાળવણીના કરવાની જરૂર પડે છે જયારે ઇલેક્ટ્રિક કાર માં એવું નથી હોતું એમાં વારે વારે સર્વિસ પણ કરવાની કાઈ ખાસ જરૂરિયાત નથી ઉભી થતી.
૩.નાણાકીય લાભ
ભારતે ઈવીને અપનાવ્યા બાદ સરકાર આવા વેહીકલ્સના ઉપયોગને પ્રોત્સાહન કરવા ઘણી નીતિઓ અને ઓફરો ને મહત્વ આપી રહી છે. રેગ્યુલર વેહીકલ્સ કરતા ઈવી ખરીદવાની નોંધણી ફી અને રોડ ટેક્સ ICE બીજા વાહનો કરતા ઓછો છે.
૪. શૂન્ય ટેલપાઈપ ઉત્સર્જન
ઈવી શૂન્ય ટેલપાઈપ ઉત્સર્જન કરે છે, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરે છે. તમે ઈવીને ચાર્જ કરવામાં નવીનીકરણ ઊર્જાનો ઉપયોગ કરીને તમારા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકો છો.
૫. ઘરે જાતે ચાર્જ કરવાની સુવિધા
નવા યુગની ચાર્જીંગ ટેકનોલોજી સાથે તમે પેટ્રોલ પંપના ધક્કા ખાધા વગર ઘરે બેઠા જ તમારી કાર ને ફોન ચાર્જ કરીએ તમે તમારી ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરી શકો છો.
૬. અવાજ માં એક દમ સરળ અને શાંત
આવી કારમાં પેટ્રોલ ડીઝલની જેમ સ્ટાર્ટ કરો તો એક-દમ એન્જીન નો ઓછો અવાજ અને ચલાવામાં પણ શાંત લાગે.
૭. કોઈ બળતણ નથી અને કોઈ ઉત્સર્જન નથી
ઇવીનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણા પર્યાવરણ માટે ઘણી હદે સારી અસર કરે છે. ઈવીમાં શુદ્ધ ટેલપાઈપ ઉત્સર્જન હોય છે જે વાયુ પ્રદુષણ ઘટાડે છે. ઈવી ની ઇલેક્ટ્રિક મોટર બંધ સર્કિટ પર કામ કરતી હોવાથી તે કોઇપણ હાનીકારક વાયુ પેદા નથી કરતી જે પર્યાવરણ માટે ઉત્તમ છે.
૮. ભવિષ્યનો પુરાવો કરે છે
હજુ પણ ઘણા કેટલાક દેશોએ ધીરે ધીરે પેટ્રોલ ડીઝલ પર તેમની નિર્ભરતા ઘટાડવાની શરૂઆત કરી છે અને ઇવીને ટકાઉ વિકલ્પ તરીકે ગણતરીમાં લઇ રહ્યા છે.
૯. ઇલેક્ટ્રિક કારની બેટરી લાઈફ
મોટાભાગના ઇલેક્ટ્રિક કારની બેટરી પેક પર વોરંટી ૬ થી ૮ વર્ષ છે જો કે બેટરીની આવરદા ૧૦ થી ૨૦ વર્ષ સુધી રહી શકે તેવી ધારણાઓ છે.
૧૦.કારની બેટરીને ચાર્જ કરવામાં કેટલો સમય
ઈવી કારને ચાર્જીંગનો સમય બેટરીની ક્ષમતા પર અને ચાર્જીંગ પોઈન્ટ ની ઝડપ પર આધારિત છે. સામાન્ય રીતે ૭ KW ચાર્જીંગ પોઈન્ટ નો ઉપયોગ કરીને ૬ કલાક લાગી શકે છે, અને હજુ ૬૦ KW બેટરી પેકને ચાર્જ થવામાં ૧ કલાક લાગે છે.
આવો જાણીએ નવી લોન્ચ થયેલ ઇલેક્ટ્રિક કારની યાદી.
૧ . ફોકસવેગન ઇલેક્ટ્રિક એસયુવી
૩. મર્સિડીઝ-બેન્ઝ EQS SUV
૪. એમજી કોમેટ ઈવી
૫. ટાટા પંચ ઈવી
૬. મર્સિડીઝ-બેન્ઝ EQA
૭. ફિક્સર ઓસન
૮. એમજી ૫ ઈવી
૯. ટાટા કર્વ ઈવી
૧૦. ટાટા અવિન્યા