visakhapatnam sea beach : આમ તો પૂનમ અને અમાસના દિવસે દરીયામાં ભરતી અને ઓટ આવતી હોય છે, પરંતુ આજકાલ વિશાખાપટ્ટનમના દરિયા કિનારે કંઇક અલગ જ ઘટના બનવા પામી છે. વિશાખાપટ્ટનમમાં દરિયો લગભગ 100 ફૂટ પાછળ ખસી ગયો છે. ત્યાના સ્થાનિકો અને વૈજ્ઞાનિકો આ ઘટનાને લઈને અચંબિત થઇ ગયા છે. આના પાછળનું કારણ હજુ સુધી કઈ સ્પષ્ટ થયું નથી, પરંતુ ચોક્કસથી ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યું છે.

visakhapatnam sea beach : શું જાપાનમાં આવેલો ભૂકંપ છે તેનું કારણ ?
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આવું થવા પાછળનું સંભવિત કારણ શું છે. શું આ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે થયું હતું કે પછી ચંદ્ર અને પૂર્ણિમા દરમિયાન હવામાનમાં ફેરફારનું પરિણામ છે, તે હજુ સુધી સમજાયું નથી. કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વિશાખાપટ્ટનમમાં દરિયો સતત પાછળની તરફ જઈ રહ્યો છે. સવાલ એ છે કે જો જાપાનમાં ભૂકંપ આવે તો તેની અસર અત્યાર સુધી જોવા મળે ખરી ?
visakhapatnam sea beach: મળતી માહિતી મુજબ, સમુદ્ર કિનારાથી લગભગ 100 ફૂટ પાછળ ખસી ગયો છે. ત્યાંના સ્થાનિક માછીમારોનું કહેવું છે કે તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ ફેરફાર નોંધી રહ્યા છે. દરિયાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે સૌથી મોટી સમસ્યા છે. આ માછીમારોનું આ ઘટના પર પોતાનું વિશ્લેષણ છે, જો કે તેઓ પણ બહુ સંતુષ્ટ નથી. કેટલાક લોકો ચિંતિત છે જ્યારે અન્ય આશ્ચર્યચકિત છે.

visakhapatnam sea beach : હજારો લોકો દરરોજ વિશાખાપટ્ટનમ બીચની મજા માણવા આવતા હોય છે, . મહિલાઓથી લઈને યુવાનો સુધી, બાળકો અહીં રમવા અને મોજમસ્તી કરવાના હેતુથી આવતા રહે છે. ત્યારે આવી ઘટના સૌને અચંબામાં નાખી દે તેવી છે. આ સમયમાં આ બીચ પર પ્રવાસીઓનો ધસારો થોડો વધુ જોવા મળે છે. સામાન્ય રીતે આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાંથી લોકો ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં આવે છે. આ ઘટનાથી લોકો રોમાંચિત અને ચિંતિત પણ છે.

visakhapatnam sea beach: મેટ્રોલોજી વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર રમેશનું માનવું છે કે તેનો જાપાનમાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. પ્રોફેસર સમજે છે કે સમુદ્રની અંદર અનેક પ્રકારના ફેરફારો તેના કિનારાને અસર કરે છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.
તમે આ પણ વાંચી શકો છો
Dawood Ibrahim : કોણ છે અજય શ્રીવાસ્તવ, જેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટી ખરીદી ?