પશ્રિમ બંગાળમાં હિંસા યથાવત

0
143
Violence continues in West Bengal
Violence continues in West Bengal

પશ્રિમ બંગાળમાં હિંસા યથાવત

બેલોન ગામમાં બદમાશોએ વાહનોને આગ ચાંપી

આગમાં વાહનો બળીને ખાખ થયા

પશ્રિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે.ત્યારે રવિવારે પણ પશ્રિમ બંગાળમાં હિંસા યથાવત રહી હતી. પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ચકુલિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલોન ગામમાં બદમાશોએ વાહનોને આગ ચાંપી દીધી હતી.જેના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં હિંસા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યાં પ્રહાર

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

લોકો લોકશાહીની હત્યાના સાક્ષીઃસ્મૃતિ ઈરાની

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી થયેલી હિંસા અંગે સમૃતિ ઈરાનીએ  પ્રતિક્રિયા આપી છે. સમૃતિ ઈરાનીએ  કહ્યું પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં જે રીતે લોકો લોકશાહીની હત્યાના સાક્ષી છે, જ્યાં તેમના લોકતાંત્રિક અધિકારો માટે લોકોને મારવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ એ જ તૃણમૂલ સાથે હાથ મિલાવી રહી છે, શું તેમની સાથે હાથ મિલાવવો સ્વીકાર્ય છે, જેઓ પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી રહ્યા છે

પશ્રિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા

હિંસામાં એક જ દિવસમાં  16 લોકોના મોત

 સૌથી વધુ ટીએમસીના 9 કાર્યકરોએ જીવ ગુમાવ્યા

પશ્રિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે પણ હિંસા જોવા મળી હતી.ત્યારે હિંસમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો જાહેર થયો છે. પશ્ચિમ બંગાળમાં શનિવારે યોજાયેલી પંચાયત ચૂંટણી દરમિયાન છ જિલ્લામાં 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ એક મહિનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. 8 જૂને ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી 7 જુલાઈ સુધી 19 લોકોએ જીવ ગુમાવ્યા છે.8 જુલાઈના રોજ 16 મૃત્યુમાંથી 13 મુર્શિદાબાદ, કૂચ બિહાર અને માલદામાં નોંધાયા હતા. સૌથી વધુ પાંચ મોત મુર્શિદાબાદમાં થયા છે. અહીં 200 લોકો ઘાયલ પણ થયા છે. જ્યારે,સૌથી વધુ ટીએમસીના 9 કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે. CPI(M)ના 3 લોકો માર્યા ગયા.