મણિપુરમાં હિંસા યથાવત
રવિવારે રાત્રે ફાયરિંગમાં પોલીસ કર્મીનું મોત
ફાયરિંગમાં 10 લોકો થયા ઘાયલ
મણિપુરમાં હિંસા યથાવત છે.મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં શનિવારે રાતે પણ હિંસા યથવાત રહી હતી.જેમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે.જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાતે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી શાંતિ હતી. જો કે, આ પછી ફાયેંગ અને સિંગડા ગામોમાંથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં કાંગપોકપી જિલ્લાના કંગચુપ વિસ્તારમાં ગામો અને પહાડીઓને નિશાન બનાવવામાં આવી હતી. ફાયરિંગની ઘટનામાં વધુ જાનહાનિ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ સમાપ્ત થયા બાદ જ ચોક્કસ આંકડાઓ જાણી શકાશે.
આ કેસ છે
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી જાતિ હિંસામાં લગભગ 150 લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. વાસ્તવમાં, મણિપુરનો મીતેઈ સમુદાય તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે. તેની સામે 3 મેના રોજ રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચ કાઢવામાં આવી હતી, જેના પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી.
હિંસા આ રીતે શરૂ થઈ
ચુરાચંદપુર જિલ્લામાંથી તણાવ શરૂ થયો હતો. તે રાજધાની ઇમ્ફાલથી દક્ષિણમાં લગભગ 63 કિલોમીટર દૂર છે. આ જિલ્લામાં કુકી આદિવાસીઓ વધુ છે. 28 એપ્રિલે, ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે સરકારી જમીન સર્વેક્ષણના વિરોધમાં ચુરાચંદપુરમાં આઠ કલાકના બંધની જાહેરાત કરી હતી. થોડી જ વારમાં આ બંધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે જ રાત્રે બદમાશોએ તુઇબોંગ વિસ્તારમાં વન વિભાગની ઓફિસને આગ ચાંપી દીધી હતી. 27-28 એપ્રિલની હિંસામાં મુખ્યત્વે પોલીસ અને કુકી આદિવાસીઓ સામસામે હતા.બરાબર પાંચમા દિવસે એટલે કે 3 મેના રોજ, મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયને ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી. તે મેઇતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપવા સામે હતો. અહીંથી પરિસ્થિતિ વણસી ગઈ. આદિવાસીઓના આ પ્રદર્શન સામે મીતેઈ સમુદાયના લોકો ઉભા થયા. લડાઈમાં ત્રણ પક્ષો હતા.ત્યારથી શરૂ થયેલી હિંંસા હાલમાં પણ યથાવત છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શું અપીલ કરી,વાંચો અહીં