હિમ્મતનગરની હોસ્પિટલમાં શ્વાનનો વીડિયો થયો વાયરલ

0
181

રાજ્યમાં રખડતા શ્વાન અને રખડતા ઢોરનો આતંક અવાર નવાર જોવા મળે છે. આની વચ્ચે હિમ્મતનગરની એક હોસ્પિટલમાં રખડતા શ્વાનોનો વીડિયો સામે આવ્યો છે.હિમ્મતનગરની સિવિલ હોસ્પિટલમાંં શ્વાનોના આટાફેરા જોવા મળી રહ્યાં છે.જેના પગલે સારવાર માટે આવતા લોકોમાં પણ રોષની લાગણી છવાઈ ગઈ છે. વીડિયોમાં સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાર જેટલા શ્વાન ફરાત જોવા મળી રહ્યાં છે.તંત્રને આ અંગે જાણે કોઈ પણ પ્રકારની ચિંતા નથી.તંત્રની બેદરકારી સામે સરવાર માટે આવતા દર્દીઓમાં રોષ ફેલાયો છે.