Vibrant Gujarat Summit 2024: : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત માટે આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. સોમવાર એટલે કે 8 જાન્યુઆરીથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રોકાશે. 9 તારીખે સવારે ગાંધીનગર મહાત્મા મંદિર અન્ય દેશના વડાઓ સાથે દ્રિપક્ષીય વાતચીત કરશે, ત્યારે આવો નજર કરીએ વડાપ્રધાનના ૩ દિવસના ગુજરાત પ્રવાસનો મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ.
Vibrant Gujarat Summit 2024 : 8મી જાન્યુઆરીની રાત્રીએ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાત્રીના 8 કલાકે એરપોર્ટ પર પહોંચી સીધા જ રાજભવન પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસ સવારે 10 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં અન્ય દેશના વડાઓ સાથે દ્રિપક્ષીય વાતચીત કરશે. આ તબક્કો 2 કલાકનો હશે. ત્યારબાદ તેઓ રાજભવન પહોંચશે. બપોરે ત્રણ કલાકે વડાપ્રધાન મોદી હેલિપેડ ગ્રાઉન્ડ પર પહોંચશે. જ્યાં ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન રાત્રીના 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થનાર છે.
Vibrant Gujarat Summit 2024 : સોમવારે અમદાવાદ પહોંચશે
- આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાત માટે પીએમ મોદી આવશે વતન
- નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
- 8 જાન્યુઆરીએ રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ આવશે પીએમ
- અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે વડાપ્રધાન મોદી
- 9 જાન્યુઆરીએ સવારે 10 કલાકે મહાત્મા મંદિર પહોંચશે
- મહાત્મા મંદિરમાં મોદી અન્ય દેશના વડાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત કરશે
Vibrant Gujarat Summit 2024 : મંગળવારના કાર્યક્રમ
- 9 જાન્યુઆરીએ 10 કલાકે મહાત્મા મંદિર જશે
- અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત
- 2 કલાક સુધી પીએમ મોદી અન્ય દેશના વડા સાથે કરશે વાતચીત
- બપોરે 2 કલાકે રાજભવન જશે નરેન્દ્ર મોદી
- બપોરે ત્રણ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે મોદી
- ટ્રેડ શોનું ઉદઘાટન કરશે વડાપ્રધાન
- સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે
- સાંજે 5 કલાકે UAEના વડાનું પીએમ કરશે સ્વાગત
- UAEના વડા સાથે મોદી એરપોર્ટથી ગાંધી આશ્રમ કરશે રોડ શો
- ગાંધી આશ્રમથી બંને મહાનુભાવો હોટેલ લીલા જશે
Vibrant Gujarat Summit 2024 : પીએમ મોદીનું બુધવારનું શેડ્યૂલ
- 10 જાન્યુઆરીએ સવારે 9 કલાકે મહાત્મા મંદિર જશે પીએમ મોદી
- વાયબ્રન્ટ ગુજરાતનો વડાપ્રધાન મોદી કરાવશે પ્રારંભ
- કાર્યક્રમ બાદ રાજભવન જવા રવાના થશે પીએમ મોદી
- બપોરે અઢી કલાકે ગ્લોબલ સીઇઓ સાથે બેઠક કરશે પીએમ
- સાંજે 5 કલાકે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે પીએમ મોદી
- ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીનો પીએમ કરાવશે પ્રારંભ
- ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
- 8 વાગે એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના
નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતનાં ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. સમિટની આ દસમી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે.આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.
તમે આ પણ વાંચી શકો છો
Maldives : પીએમ મોદી સામે ઝેર ઓકનાર ત્રણેય મંત્રીઓ સસ્પેન્ડ