Rashmika Mandanna : અભિનેત્રી રશ્મિકા મંદાન્નાનો એક નકલી વિડિયો (Rashmika Mandanna Deepfake Video) સામે આવ્યો છે, જે AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લિફ્ટમાં એક મહિલા પ્રવેશે છે, જેનો ચહેરો આબેહૂબ રશ્મિકા જેવો છે. AIની ડીપફેક ટેક્નોલોજીની મદદથી તે મહિલાનો ચહેરો બરાબર રશ્મિકા જેવો બનાવવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રશ્મિકા મંદાન્ના (Rashmika Mandanna) ની પ્રતિક્રિયા પણ આવી છે. રશ્મિકાએ ફેક વીડિયોને ખૂબ જ ડરામણો ગણાવ્યો.
રશ્મિકા મંદાન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે,
“मेरे डीपफेक वीडियो, जो ऑनलाइन फैलाए जा रहे हैं. मुझे उसके बारे में बात करते और उसे शेयर करते हुए मुझे बहुत दुख हो रहा है. ईमानदारी से कहूं तो ऐसा कुछ सिर्फ मेरे लिए ही नहीं, बल्कि हममें से हर एक के लिए बेहद डरावना है, जो इस टेक्नोलॉजी के मिस यूज की वजह से खतरे में आ गए हैं.”
રશ્મિકા મંદાન્ના (Rashmika Mandanna) એ આગળ લખ્યું, “આજે એક મહિલા અને અભિનેત્રી તરીકે, હું મારા પરિવાર, મિત્રો અને શુભચિંતકોની આભારી છું જેઓ મારું રક્ષણ અને સમર્થન કરે છે. જો હું શાળા કે કોલેજમાં હોત ત્યારે મારી સાથે આવું બન્યું હોત, તો મારી પાસે કોઈ મદદ કરવા ન આવ્યું હોત. “હું ખરેખર કલ્પના કરી શકતી નથી કે હું મારી જાતને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢી શકી હોત. આપણામાંથી ઘણા બધાને આવી નકલી વસ્તુઓથી અસર થાય તે પહેલાં શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવાની જરૂર છે.”
- આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ ટ્વીટ કર્યું :
IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે IT નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાનૂની જવાબદારીઓ માટે ટ્વિટર પર કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ ડિજિટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.”
- અમિતાભ બચ્ચન સમર્થનમાં આવ્યા :
આ વીડિયો સામે આવ્યા બાદ અમિતાભ બચ્ચન પણ રશ્મિકા મંદાન્ના ((Rashmika) ના સમર્થનમાં સામે આવ્યા. તેમણે દોષિતો સામે જલ્દી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમિતાભ બચ્ચન અને રશ્મિકા એ ફિલ્મ ‘ગુડબાય’માં સાથે કામ કર્યું છે. બોલિવૂડમાં રશ્મિકાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.
- વીડિયો કોણે અપલોડ કર્યો..?
વાસ્તવમાં, ALT ન્યૂઝના પત્રકાર અભિષેકે પોતાના X હેન્ડલ પર આ ફેક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું – “ભારતમાં ડીપફેક સાથે નીપટવા માટે કાનૂની કાર્યવાહીની જરૂર છે. તમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અભિનેત્રી રશ્મિકા મંદાન્નાના આ વાયરલ વીડિયો જોયા જ હશે, પરંતુ આ ઝારા પટેલ.. નામની મહિલાનો ડીપફેક વીડિયો છે. “
- કોણ છે ઝરા પટેલ?
બ્રિટિશ ભારતીય ઝરા પટેલ (Zara Patel) એક મોડેલ છે. ઇન્સ્ટાગ્રામ પર ઝારાના 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે ગયા મહિને આ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કાળા કપડામાં લિફ્ટમાં પ્રવેશતી જોવા મળી રહી છે. તેનો ચહેરો બિલકુલ રશ્મિકા (#RashmikaMandanna) ના ચહેરા જેવો દેખાય છે.
- ડીપફેક વીડિયો શું છે?
આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એટલી હાઈટેક બની ગઈ છે કે કોઈ પણ વ્યક્તિ થોડીવારમાં તમારા ફોટામાંથી ડીપ ફેક (ખોટો ફોટો) બનાવી શકે છે. ‘ડીપ ફેક’ (#deepfake) એટલે એવી તસવીરો કે વીડિયો જેમાં તમારો ચહેરો અને શરીર દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે તમે નથી. પોર્ન વિડિયોમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે, જ્યાં કોઈ બીજાના શરીર પર બીજાનો ચહેરો લગાવવામાં આવે છે.