VADODARA:વડોદરા કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 3 નાયબ મામલતદાર સસ્પેન્ડ
કલેક્ટર કચેરીમાં કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે તેનો ચોંકાવનારો મામલો વડોદરા કલેક્ટર કચેરીમાં બહાર આવ્યો છે અને જિલ્લા કલેક્ટરની સતર્કતાથી આખો મામલો પકડાતા કલેક્ટરે 3 નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દીધા છે.
વડોદરામાં વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે જ્યાં બે નાયબ મામલતદારો અને એક મધ્યસ્થી નાયબ મામલતદાર સરકારી કામકાજ માટે બિલ્ડરની ઓફિસમાં ગયા હવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આરોપ મુજબ અનુસાર, ક્રેડાઈના પૂર્વ ચેરમેન તથા વડોદરા જાણીતા બિલ્ડર હેમંત પટેલ પાસે જમીન NA (નોન-એગ્રીકલ્ચરલ) કરાવવાની પ્રક્રિયામાં બે નાયબ મામલતદારો બિલ્ડરની ઓફિસે ગયા હતા.
આ મામલો બહાર આવતા જ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ખાનગી રાહે તપાસ કરાવી હતી જ્યાં આ નાયબ મામલતદારો બિલ્ડરની ઓફિસમાં ગયા હોવાનું પુરવાર થતાં તત્કાલીક અસરથી
નાયબ મામલતદારો હર્ષિલ પટેલ અને મહાવીર સિનોલ ને જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાથે જ, આ બે અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે મધ્યસ્થી તરીકે કામગીરી કરનાર નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

VADODARA: બિલ્ડરની ઓફિસે નાયબ મામલતદારોની મુલાકાત સામે ભારે પગલાં, કલેક્ટરની કડક કાર્યવાહી
આ સમગ્ર મામલો સિંધરોટ વિસ્તારની જમીનને NA કરાવવા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. કલેક્ટરે સમગ્ર ઘટનાની સૂક્ષ્મ તપાસના આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સંડોાયેલા સામે વધુ કડક શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લ કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે કોઇ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવ્યા હતા. તપાસમાં જણાયું છે કે બિલ્ડરની ઓફિસમાં મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા. સરકારી કામ માટે નાયબ મામલતદાર વ્યક્તિગત મળવા જાય તે ચલાવી ના લેવાય જેથી તેમને ફરજ મોકૂફ કરીને કાર્યવાહી ચાલુ કરાઇ છે. તમારી કોઇ પણ કોઇ પણ ફરિયાદ હોય તો કલેક્ટર અને અધિકારીને કરો પણ કોઇ વ્યકતિ ખાનગી પ્રિમાઇસીસમાં સરકારી કામકાજમાં જાય તે બિલકુલ ચલાવાય નહીં

VADODARA:NA જમીન માટે થયેલા ભ્રષ્ટાચારના કેસમાં કલેક્ટરએ બતાવી સતર્કતા, ખાનગી તપાસ શરૂ
તેમણે કહ્યું કે બિલ્ડરની સિંધરોટની જમીનનો મામલો ચાલું છે અને તે માટે સરકારમાં વિગતવાર દરખાસ્ત કરાઇ છે પણ પણ વ્યક્તિગત કામ માટે ખાનગી જગ્યાએ જે મુલાકાત થશે તે યોગ્ય નથી. એ ગામમાં રેકર્ડ ઉપલબ્ધ નથી અને જે જમીનમાં સરકારનું હિત હોય તો નિર્ણય લઇ શકાતો નથી. આ મામલામાં નાણાંકિય લેવડ દેવડ થઇ છે તે ખબર નથી પણ તેમણે મિટીંગ કરેલી છે તે સાચી વાત છે. જો નાણાંકિય લેવડદેવડ થઇ હોવાનું જણાશે તો કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે કહ્યું હતું
આ મામલે કલેક્ટર ખુબ ગંભીર જણાઇ રહ્યા છે અને બિલ્ડરો સામે પણ ખાનગી રાહે તપાસ શરુ કરાઇ છે. અત્યાર સુધીની મંજૂર અને એનએ થયેલી ફાઇલોની પણ તપાસ શરુ કરાઇ છે. શહેરના એક જાણીતા બિલ્ડરની પણ શંકાસ્પદ ભૂમિકા કલેક્ટરની તપાસમાં જણાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: VADODARA : મામલો જમીનનો..નાયબ…મામલતદારો સામેથી બિલ્ડરને મળ્યા