VADODARA NEWS : વડોદરા ભાજપ શહેર પ્રમુખ વિજય શાહનું બેશરમ નિવેદન, જે વિસ્તારમાં મત નહિ તે વિસ્તારમાં ગ્રાન્ટ નહિ  

0
141
VADODARA NEWS
VADODARA NEWS

VADODARA NEWS : વડોદરા શહેર ભાજપ પ્રમુખે લોકશાહી માટે બેશરમ નિવેદન આપ્યું છે. ડૉ.વિજય શાહે મતદાતાઓ સાથે ભેદભાવવાળું નિવેદન આપ્યું છે. વિજય શાહે કહ્યું કે, મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવી જોઈએ. જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યા કામ કરવાની જરુર નથી. રાવપુરામાં વર્ષોથી અમૂક બૂથમાંથી મત નથી મળતા. માટે વિચારવાની જરુર છે ક્યાં વિસ્તારમાં અગ્રીમતા આપવાની જરૂર છે.

VADODARA NEWS

VADODARA NEWS :  ગતરોજ શહેરના રાવપુરા વિધાનસભામાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓ જણાવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણી માં જે બુથ માં થી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહિ ફાળવવી. જેને મત નથી આપ્યા તેના કામો નહિ કરવા. જ્યાં થી વધુ મતો મળ્યા છે ત્યાજ કામો કરવા. આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોંઢા જોતા રહી ગયા હતા. વડોદરાવાસીઓએ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઇને સાંસદ સુધી તમામ ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવ્યા છે. ત્યારે આ નિવેદન અત્યંત બેશરમાઈથી ભરેલું છે.

VADODARA NEWS

VADODARA NEWS : વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી જંગી 5.82 લાખ મતોથી વિજયી થઇને સાંસદ બન્યા છે. જે ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વધુ મત મેળવનાર બન્યા છે. ગતરોજ રાવપુરા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપના નવા ચૂંટાયેલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં ગતરોજ સમારોહમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળુભાઇ શુક્લા, મેયર પિન્કીબેન સોની, બાદમાં સાંસદ ડો. હેમાંગ જોશી અને ત્યાર બાદ શહેર પ્રમુખ ડો. વિજય શાહનું સંબોધન યોજાયું હતું. દરમિયાન તેમણે સંબોધનમાં જણાવ્યું કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહી ફાળવવી, જેણે મત નથી આપ્યા તેમના કામો નહી કરવા, જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા.

VADODARA NEWS

VADODARA NEWS : ભાજપના સુત્રથી વિપરીત

VADODARA NEWS :  અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો