Vadodara Accident: સમામાં લક્ઝરી બસની ટક્કરથી મંદિરનો શેડ ધરાશાયી, પૂજા કરી રહેલી મહિલાનો ચમત્કારિક બચાવ

0
131
Vadodara Accident
Vadodara Accident

Vadodara Accident: શહેરના સમા વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. પુનમ નગર ચાર રસ્તા પાસે એક ખાનગી લક્ઝરી બસ મંદિરના શેડ સાથે અથડાતા શેડ પત્તાની જેમ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે, આ સમયે મંદિરમાં પૂજા કરી રહેલી મહિલાનો આબાદ બચાવ થયો હતો.

Vadodara Accident: ડ્રાઈવરને જોકું આવી જતાં સર્જાયો અકસ્માત

મળતી વિગત મુજબ, સમા પુનમનગર ચાર રસ્તા પાસે આવેલા ગાયત્રી પાર્ક નજીક આજે સવારે આ ઘટના બની હતી. એક ખાનગી કંપનીની લક્ઝરી બસ કર્મચારીઓને લઈને ઓફિસે જઈ રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરને અચાનક જોકું આવી જતાં તેણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી રોડ સાઈડમાં આવેલા મંદિરના શેડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Vadodara Accident: ધડાકાભેર શેડ પડ્યો, લોકો દોડી આવ્યા

બસની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનો આખેઆખો શેડ નીચે તૂટી પડ્યો હતો અને મંદિરના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળીને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

ડ્રાઈવરે ભૂલ સ્વીકારી

ઘટના બાદ બસ ચાલકે તુરંત જ તેના માલિકને જાણ કરી સ્થળ પર બોલાવી લીધા હતા. ડ્રાઈવરે પોતે જોકું આવી ગયું હોવાની અને પોતાની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મંદિરના સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મયુર પાર્ક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો, 5 શખ્સો ઝડપાયા