યુપીના બલિયાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. UTTR PRADESH અહીં મુખ્યમંત્રી સમૂહ લગ્નમાં અધિકારીઓએ સેંકડો દુલ્હનોના લગ્ન વરરાજા વગર કરાવ્યા હતા. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કન્યાઓ પોતે જ ગળામાં માળા પહેરાવતી જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આમાંની ઘણી નવવધૂઓ પહેલાથી જ પરિણીત છે.
એટલું જ નહીં, આ સમય દરમિયાન ઘણા સગીર કિશોરો પણ VARRAJA બનીને બેઠા હોય છે અને તેઓ તેમના ગળામાં માળા પણ પહેરાવી રહ્યા છે. UTTR PRADESH 25 જાન્યુઆરીએ મણિયાર ઇન્ટર કોલેજના મેદાનમાં સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 568 કપલોએ કર્યાં હોવાનો દાવો કરાયો છે. UTTR PRADESH વીડિયો વાયરલ થયા બાદથી હલચલ મચી ગઈ છે. સીડીઓએ તપાસ ટીમ બનાવી છે. ટીમે પણ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે.
UTTR PRADESH : સમુહ લગ્ન કરનારને મળે છે 51,000 હજાર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રાથમિકતાની યોજનાઓમાં સમૂહ લગ્ન પણ સામેલ છે. આમાં ગરીબ પરિવારની છોકરીઓના સરકારી ખર્ચે લગ્ન કરવામાં આવે છે. સમાજ કલ્યાણ વિભાગ આ લગ્નનું આયોજન કરે છે. એક દંપતી પર સરકાર દ્વારા 51 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
જેમાંથી 35 હજાર છોકરીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. 10 હજારની ભેટ આપવામાં આવે છે. 10 હજાર પરિવારના રિસેપ્શન પાછળ અને 6 હજાર બારાતીના રિસેપ્શનમાં ખર્ચ કરવામાં આવે છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે લગ્નમાં 90 ટકા વર-વધૂ નકલી છે. પાંચ વર્ષ પહેલા લગ્ન કરી ચૂકેલી અનેક મહિલાઓ પણ આ યોજનામાં જોડાઈ છે અને આ યોજનાનો લાભ લીધો છે. લગ્ન સમારંભમાં કેટલાક વરરાજાઓ સગીર પણ હતા લાભ લેવા દલાલોએ રચ્યું તરકટ
UTTR PRADESH પાંચસોથી એક હજાર રૂપિયા આપીને અનેક વર-વધૂને લગ્ન માટે બેસાડ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન સમારંભમાં પાંચસોથી એક હજાર રૂપિયા આપીને અનેક વર-વધૂને બેસાડવામાં આવ્યા હતા. નવવધૂઓએ તેમના ચહેરાને પડદાથી ઢાંકી દીધા હતા અને વરરાજાઓએ તેમની ઓળખ છુપાવવા માટે ગમચા અને માસ્કથી મોં ઢાંકી દીધું હતું.
વિધિ બાદ ઘણી મહિલાઓ વરરાજાને બદલે પોતે માળા લગાવતી જોવા મળે છે. ગામના વડાઓનું કહેવું છે કે ગામની મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી પરંતુ અમને તેની જાણ કરવામાં આવી ન હતી. આ સમગ્ર પ્રકરણમાં ખુલ્લેઆમ અધિકારીઓ અને દલાલોની સાંઠગાંઠ બહાર આવી છે.
હાલ સમૂહલગ્નમાં ગરબડીની ફરિયાદો મળતાં લાભાર્થીઓનું પેમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. સમાજ કલ્યાણ અધિકારી રાજીવકુમાર યાદવે જણાવ્યું હતું કે, આ લગ્નનાં તમામ લાભાર્થીઓને હાલ પેમેન્ટ નહીં મળે. તપાસ માટે ડીએમને પત્ર મોકલી રહ્યો છે.