USA CRICKET TEAM : ક્રિકેટ ચાહકો ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે T20 વર્લ્ડ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને વેસ્ટ ઈન્ડિઝમાં 1 જૂનથી 29 જૂન સુધી રમાશે. અમેરિકાએ પણ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએસએની 15 સભ્યોની ટીમનું નેતૃત્વ મૂળ ગુજરાતી યુવાન મોનાંક પટેલ કરશે. મોનાંકનો જન્મ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો. મોનાંકે અંડર-19 સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ બાદમાં અમેરિકા આવી ગયો હતો.

USA CRICKET TEAM : મોનાંક પટેલ ઉપરાંત ભારતીય મૂળના અન્ય ઘણા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે જેતે સમયે વિશ્વ વિજેતા અન્ડર 19 ભારતીય ટીમના કપ્તાન ઉન્મુક્ત ચંદને ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદની કેપ્ટનશીપમાં જ ભારતે 2012નો અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમનો હિસ્સો રહેલા વિકેટકીપર બેટ્સમેન સ્મિત પટેલને પણ તક મળી નથી.
USA CRICKET TEAM : જોકે જમણા હાથના બેટ્સમેન મિલિંદ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિલિંદે 2018-19 રણજી ટ્રોફી સીઝનમાં સિક્કિમનું પ્રતિનિધિત્વ કરતી વખતે 1331 રન બનાવ્યા હતા. આ પછી તેણે ત્રિપુરાનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આ પછી તે ફરી સારી તકોની શોધમાં અમેરિકા ગયો. 2021 માં યુએસ ડેબ્યૂ કરતા પહેલા તેણે IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

USA CRICKET TEAM : મુંબઈના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર હરમીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈમાં જન્મેલા 31 વર્ષના આ ખેલાડીએ 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 2013માં રાજસ્થાન રોયલ્સ અને ત્રિપુરા માટે સ્થાનિક ક્રિકેટમાં ભાગ લીધો હતો. ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં રમનાર સૌરભ નેત્રાવલકર પણ અમેરિકાની ટીમમાં છે. તે 2010માં અંડર-19 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો, જેમાં કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલનો સમાવેશ થતો હતો.
USA CRICKET TEAM : વિશ્વકપ 2024 માટે અમેરિકાની ટીમ

મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશતુશ કેનઝિગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શલ્કવિક, સ્ટીવન ટેલર, શાયન જહાંગીર.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો