રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, વિસાવદર તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ

0
168
દેશના 13 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના
દેશના 13 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

 જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ

 મેંદરડા અને રાધનપુરમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો

બેચરાજી, ભાભર અને મહેસાણામાં ત્રણ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મેંદરડા અને રાધનપુરમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બેચરાજી, ભાભર અને મહેસાણામાં ત્રણ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૩૦૨ મિ.મી. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં ૧૯૪ મિ.મી., વરસાદ નોંધાયો છે.  રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૧૭૨ મિ.મી.,  બનાસકાંઠાના ભાભરમાં ૧૭૧ મિ.મી.,  અને મહેસાણામાં ૧૬૪ મિ.મી.,  એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ૧૪૮ મિ.મી., એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ૧૧૧ મિ.મી., ડીસામાં ૧૧૦ મિ.મી., અમરેલીના બગસરામાં, જૂનાગઢમાં અને જુનાગઢ શહેરમાં ૧૦૫ મિ.મી., મહેસાણાના વિસનગરમાં ૧૦૪ મિ.મી. અને કચ્છના રાપરમાં ૧૦૨ મિ.મી. વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૯ તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૯૬ મિ.મી., બનાસકાંઠાના થરાદમાં ૯૪ મિ.મી., વડગામમાં ૯૩ મિ.મી., સાબરકાંઠાના ઇડરમાં ૯૧ મિ.મી., સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મહેસાણાના સતલાસણામાં ૯૦ મિ.મી., ગીર સોમનાથના કોડીનારમાં ૮૬ મિ.મી., જૂનાગઢના માલીયા હાતીણામાં ૮૪ મિ.મી., પાટણના ચનાસમામાં ૮૪ મિ.મી., બનાસકાંઠાના દાંતીવાડામાં ૮૩ મિ.મી., મહેસાણાના ખેરાલુમાં અને બનાસકાંઠાના દાંતામાં ૮૧ મિ.મી., મોરબીના હળવદમાં અને પાટણના સામીમાં ૮૦ મિ.મી., સુરતના પલસાણામાં ૭૮ મિ.મી., આણંદના સોજીત્રામાં ૭૭ મિ.મી., પાટણના હારીજમાં ૭૬ મિ.મી., ગીર સોમનાથના તલાલામાં અને  મહેસાણાના વડનગરમાં ૭૫ મિ.મી., વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય ૩૦ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ