કેન્દ્રીય મંત્રી કિરેન રીજ્જુએ કોંગ્રેસને સલાહ આપી છે તેમણે કહ્યું કે દેશની સફળતાની ગાથાઓ ઓછી ન આંકવી જોઈએ .ભારતે 7.2 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે. અને કોંગ્રેસે દેશની આ સફળતાની ઉજવણી કરવી જોઈએ તેના બદલે કોંગ્રેસ નેતા વિદેશમાં જઈને નફરતની રાજનીતિ કરી રહ્યા છે.
વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભલે તેમને ભાજપ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી સમસ્યા હોય પણ દેશના ગૌરવની બાબતો પર એક મંચ પર આવવું જોઈએ અને ગર્વ લેવો જોઈએ. અહી ઉલ્લેખનીય છેકે ભાજપના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ વિદેશ પ્રવાસે ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.
તેમણે કહ્યું કે તેઓ જયારે પણ વિદેશ પ્રવાસે હોય છે ત્યારે દેશ વિરુદ્ધ બોલવાનું ચુકતા નથી. હું એટલુજ કહીશ કે તેમના મન માં શું ચાલી રહ્યું છે તે તેઓ જ જાણે . . રાહુલ ગાંધીએ ફરી એક વાર દેશ માટે નફરત દર્શાવી છે . ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તે રાહુલ ભૂલી ગયા છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીને અર્થશાસ્ત્ર અને રાજનીતિનું જ્ઞાન ધરાવતા નથી . તેઓ વિદેશમાં દેશના વિકાસની વાતો ઓછી કરે છે અને નફરતની વાતો વધારે કરે છે .ત્રિવેદીએ વધુમાં કહ્યું કે જયારે કોંગ્રેસ ચૂંટણી જીતી જય ત્યારે EVM સારું અને હારી જય ત્યારે હોબાળો મચાવે છે. આ રાજનીતિથી દેશની જનતા સારી રીતે વાકેફ છે. આ ઉપરાંત કેન્દ્રીય રેલ્વે મંત્રીએ પણ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરીને જણાવ્યું હતુકે ભારત આજે વિશ્વની સૌથી મોટી આર્થીક વ્યવસ્થા છે તે કોંગ્રેસના સમયમાં દસમાં સ્થાન પર હતી.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ