કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપર પણ નિશાન સાધ્યું
બઘેલે ગરીબોના પૈસા લૂંટવાનું કામ કર્યું : અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં .સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપર પણ નિશાન સાધ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)એ છત્તીસગઢમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરવાનું શરૂ કરી દીધું છે. આ શ્રેણીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાયપુર પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્યની સત્તારૂઢ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જારી કર્યો હતો. દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં બઘેલે ગાંધી પરિવારનું એટીએમ બનવાનું અને ગરીબોના પૈસા લૂંટવાનું કામ કર્યું છે.
લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ કોને ટેકો આપશેઃ શાહ
અમિત શાહે કહ્યું કે છત્તીસગઢની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ કોને સમર્થન આપશે. શું તેઓ ભૂપેશ બઘેલ સરકારને ટેકો આપશે જેમણે આદિવાસીઓને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું અને જેમના કાર્યકાળ દરમિયાન ધર્મ પરિવર્તનની લહેર હતી કે આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કરતી ભાજપ સરકારને સમર્થન કરશે.
સૂર્ય મિશનના લોન્ચિંગ અંગે અમિત શાહે પાઠવ્યા અભિનંદન
કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતના પ્રથમ સન મિશનની શરૂઆત કરવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમના ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું કે આદિત્ય એલ-1 હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. તેથી, દરેકને હાર્દિક અભિનંદન.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ