કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહારના નેવાદામાં રેલી યોજી

0
56

બિહારમાં જંગલ રાજ પાછું આવ્યું છે : અમિત શાહ

મેં અહીં રાજ્યપાલને ફોન કર્યો તો લાલનસિંહ નારાજ થયા : શાહ

જંગલરાજ લાલુ પ્રસાદની પાર્ટી શું બિહારમાં શાંતિ લાવશે? : શાહ

૨૦૨૪માં બિહારમાં ભાજપ તમામ બેઠક જીતશે : શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહારની મુલાકાત લીધી છે. તેમણે અહીં નેવાદામાં રેલી યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, “બિહારમાં જંગલ રાજ પાછું આવ્યું છે, લાલુ પ્રસાદ યાદવ જંગલરાજ ચલાવે છે. મારે સાસારામ જવાનું હતું, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિને કારણે ત્યાં જઇ ન શક્યો. લોકો માર્યા જાય છે, ગોળીઓ ચલાવાય છે અને ટીયર-ગેસના શેલિંગ થઈ રહ્યા છે. હું મારી આગામી મુલાકાત દરમિયાન ચોક્કસ સાસારામ આવીશ. હાલમાં અહીં રાજ્ય સરકાર સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી, જ્યારે મેં રાજ્યપાલને ફોન કર્યો ત્યારે લાલનસિંહ નારાજ થયા. અહીં રાજ્ય સરકાર સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. જે સરકારમાં જંગલરાજ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી છે, શું તે સરકાર બિહારમાં શાંતિ લાવી શકશે? નીતીશ કુમાર સત્તાની ભૂખને કારણે લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેઠા, અમે ‘મહાગઠબંધન’ સરકારને ઉખાડી નાખીશું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે રાજ્યમાં વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત થાય. 2024માં ભાજપ બિહારની તમામ બેઠકો જીતશે.”