મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…

1
216
મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ...
મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ...

મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા છે. કારણકે હિંડનબર્ગના રીપોર્ટને કારણે ગૌતમ અદાણીને મોટો ફટકો પડ્યો છે. હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી હવે ભારતના સૌથી અમીર અબજોપતિ છે. તેમને ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. હુરુણ ઇન્ડિયા અને 360 વન વેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા હુરન ઇન્ડિયા રીચ લીસ્ટ 2023 રીપોર્ટમાં દેશના અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં મુકેશ અંબાણી પરિવાર 8,08,7૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે આ યાદીમાં ટોચ પર છે. હિડનબર્ગે અદાણીને ઝટકો આપ્યો હતો. રીપોર્ટ અનુસાર 66 વર્ષીય અંબાણીની સંપતિમાં ગયા વર્ષની સરખામણીમાં 2%નો વધારો થયો છે. તેજ સમયે 61 વર્ષીય ગીતમ અદાણી અને તેમના પરિવારની સંપતિ હિડનબર્ગના રીપોર્ટ પછી 57% ઘટી છે. અને 474.800કરોડ રૂપિયા થઇ ગઈ છે.

mukesh

ભારતીય અમીરોની યાદીમાં ત્રીજું સ્થાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રમોટર પુનાવાલા પરિવારે જાળવી રાખ્યો છે. આ પરિવારની સંપતિ 2,87,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જે ગયા વર્ષ કરતા 37% વધુ છે. HCLના 78 વર્ષીય શિવ નાદર અને પરિવારે 228,900 કરોડ રૂપિયાનીં સાથે ભારતીય રેન્કિંગમાં ચોથું સ્થાન જાળવી રહ્યું છે. તેમની સંપતિમાં 23% વધારો થયો છે.

હિન્દુજા પરિવારની સંપતિવિષે વાત કરીએ તો લંડન સ્થિત ગોપીચંદ હિન્દુજા અને તેમના પરિવારની સંપતિ અંદાજીત 1,76,500 કરોડ સાથે 7% વધીને પાંચનું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સન ફાર્માના દિલીપ સંઘવી 1,64,300 કરોડ રૂપિયાની અંદાજીત સંપતિ સાથે છઠ્ઠા ક્રમે છે જે ગયા વર્ષ કરતા 23% વધુ છે. હિન્દુજા રેન્કિંગમાં બે સ્થાન ઉપર અને દિલીપ સંઘવી આ યાદીમાં ત્રણ સ્થાન ઉપર પહોંચ્યા છે.

વાત કરીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની તો ગુજરાતના ચોરવાડના ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરેલી હતી. જેમાં પેટ્રો કેમિકલ, મીડિયા ,ટેલીકોમ, નેચરલ ગેસ, કાપડ ઉદ્યોગ જેવા સેક્ટર્સમાં અગ્રણી કંપની છે. અને સૌથી વધુ નફો કરતી કંપની છે. જેનો મૂડીરોકાણમાં પણ અવ્વલ નંબર છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ અને તેના માલિક મુકેશ અંબાણી તેમના કારોબારને સતત આગળ વધારવા પોતાના પરિવારના સંતાનો અને નવી પેઢીને પણ પ્રોત્સાહન આપીને રિલાયન્સના કારોબારમાં સાથે લઇ રહ્યા છે.

1 COMMENT

Comments are closed.