દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ , ફરજ પર કાયમી કરાયા

1
84
દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ
દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને દિવાળીની ભેટ

દિલ્હીના પાંચ હજાર સફાઈ કામદારોને કાયમી કરવાનું વચન અમે પૂર્ણ કર્યું , આ શબ્દો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના. ….. કારણકે આજે દિલ્હીના પાંચ હજાર જેટલા સફાઈ કામદારોને નોકરીમાં કાયમી કરાયા છે. CM અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ યોજી હતી અને તમામ સફાઈ કામદારોને દિવાળીની શુભેચ્છાઓ કહીને તહેવારોની ભેંટ આપી હતી. અને કહ્યું કે અમે દિલ્હીના 5000 જેટલા સફાઈ કામદારોને આપેલું વચન પૂર્ણ કર્યું . મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5000 હંગામી સફાઈ કામદારોને હવે કાયમી કરાયા છે અને દિવાળીની અમે તેમના પરિવારોમાં ખુશી આપી છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પહેલા કહ્યું કે તમને બધાને સારા સમાચાર આપવા આવ્યો છું. આપને જણાવી દઈએ કે ગઈ કાલે એમ.સી.ડી. હાઉસની બેઠક યોજાઈ હતી. જેમાં પાંચ હજાર સફાઈ કામદારોને અમે ખાતરી આપી હતી કે દિવાળી પહેલા તહેવારની ભેટ આપીશું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમારી સરકારે છ હજારથી વધુ કામદારોને અમારી સરકારે કાયમી કર્યા છે. હંગામી કામદારોની નોકરી વિષે કોઈ માહિતી ન હતી . કોર્પોરેશનમાં 15 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. કામદારોનું શોષણ થતું હતું. તેમને કાયમી કરવા આવે તેમની વર્ષો જૂની માંગણીઓ અમારી સરકારે સ્વીકારી છે , અને અમે અમારું વચન પૂરું કર્યું છે. દિવાળી આવી રહી છે અને અમે અમારું વચન પૂરું કરીને સફાઈ કામદારોને ન્યાય આપ્યો છે.

દિલ્હીના પાંચ હજાર જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાના પ્રસ્તાવને ગૃહમાં બહુમતીથી સમર્થન મળ્યું હતું. ગૃહના નેતા મુકેશ ગોયલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે ગૃહ શરુ થાય તે પહેલા જ વિપક્ષે હંગામો કર્યો હતો. પરંતુ સફાઈ કામદારોના હિતમાં અમારી સરકારે નિર્ણય લીધો અને બહુમતીથી પસાર કરીને દિવાળીની ભેટ આપી છે.

દિલ્હીના સફાઈ કામદારોને દિવાળી પહેલા કાયમી કરવાના પ્રસ્તાવ સાથે કોર્પોરેશનની શાળાઓમાં ભણતા ગરીબ બાળકોને ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 1100 સહાય આપવામાં આવશે. તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મેયરે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આચાર્યોને સારી તાલીમ આપવા માટે ઓક્સફર્ડ , કેમ્બ્રિજ જેવી યુનિવર્સીટીમાં મોકલવામાં આવશે. તેનાથી શાળાઓમાં શિક્ષણનું સ્તર પણ વધશે અને બાળકોને અભ્યાસમાં ફાયદો થશે. કુલ 58માંથી 54 દરખાસ્તો દિલ્હીવાસીઓની સુખાકારી માટે પસાર કરવામાં આવી છે.

1 COMMENT

Comments are closed.