દિલ્હી લીકર કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને 10 નવેમ્બર સુધી વધુ ન્યાયિક કસ્ટડી પર મોકલી આપ્યા છે. તમેન જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસમાં ઇડીએ 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. . દિલ્હી એક્સાઈઝ પોલીસી કૌભાંડ કેસમાં સંજય સિંહને વધુ એક ઝટકો આપતા કોર્ટે કસ્ટડી લંબાવી દીધી છે. દિલ્હી લીકર કૌભાંડ સંજય સિંહની રાઉઝ એવન્યુ કોર્ટમાં જયારે લઇ જવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાર્યાલયની બહાર સંજય સિંહની મુક્તિ માટે ભેગા થયા અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફ કુચ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું . આપના કાર્યકરોને ભાજપ કાર્યાલય તરફ જતા અટકાવાયા હતા. અને દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. આપને જણાવી દઈએ કે આ પહેલા આજ મામલામાં સુનાવણી 13 ઓક્ટોબરે થઇ હતી. અને ત્યાર બાદ કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ આ પહેલા 20 ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. કેન્દ્રીય એજન્સી દ્વારા સર્ચ ઓપરેશનમાં તેમના નિવાસ સ્થાને સર્ચ કર્યા બાદ રાજ્ય સભા સાંસદ સંજય સિંહની દિલ્હી લીકર કૌભાંડ મામલે ધરપકડ કરી હતી
સંજય સિંહે વડા પ્રધાન મોદી અને અદાણી પર સાધ્યું નિશાન
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજય સિંહે જતી વખતે કોર્ટ પરિસરમાં પત્રકારોએ સંજય સિંહને સવાલો કર્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે જો મોદીજીની તપાસ થશે તો તેઓ જીવનભર જેલમાં રહેશે. પી એમ નરેન્દ્ર મોદી ઉપરાંત અદાણી પણ તેમના નિશાના પર હતા . સંજય સિંહે કહ્યું કે મોદીજી ભ્રષ્ઠ નેતા છે. તેઓ અદાની સાથે મળીને મોટાપાયે કૌભાંડો આચર્યા છે. સંજય સિંહની ધરપકડ બાદ ઇડીએ તેમને કોર્ટમાં રજૂ કાર્ય હતા.
આપને જણાવી દઈએ કે કોર્ટે સંજય સિંહના રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ માટે ન્યાયિક કસ્ટડી પર મોકલી આપ્યા હતા. આ દરમિયાન અનેક સવાલો કરવામાં આવ્યા હતા . આ ઉપરાંત તેમની નજીકના સંબંધીઓને પણ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
અહી ઉલ્લેખનીય છેકે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં હાલ બેરોજગારી, મોંઘવારી,અને ભ્રષ્ટાચાર ત્રણ મુખ્ય સમસ્યાઓ કુદકે અને ભૂસકે વધી રહી છે અને તે સમસ્યાનો નિકાલ કરવાની જગ્યાએ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને કઈક જુદુ જ ચિત્ર બતાવી રહ્યા છે. દેશની જનતાને ઇન્ડિયા ગઠબંધન જે વિપક્ષ દ્વારા બનાવવામાં આવ્યું છે તેનાથી અને તેમાં જોડાયેલા તમામ પક્ષો પર ખુબ મોટી આશા જાગી છે. અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધન તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને એક સાથે દેશભરની તમામ લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખવા અને સીટોની વહેચણી અંગેના નિર્ણયો લઈને તમામ તૈયાર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.