દક્ષિણમાં ચક્રવાતી તોફાન મિચાઉંગની અસર શરુ, ભારે વરસાદ

0
185

દક્ષિણમાં ચક્રવાતી તોફાન મિચાઉંગની અસર જોવા મળી રહી છે.#CycloneMichaung હાલ દક્ષિણના દરિયાકાંઠે તોફાન મચાવી રહ્યું છે.પુડુચેરીના દરિયા કિનારા વિસ્તારમાં કલમ ​​144 લાગુ કરવામાં આવી છે.આ દરમિયાન શહેરમાં ચક્રવાત તોફાનને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે .અને તમામ જગ્યાએ પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ તરફ તામિલનાડુ રાજ્યના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નઈમાં વરસાદી કહેર યથાવત છે.જ્યારે ચેન્નાઈ મેટ્રો ટ્રેનો હાલ પૂરતી ચાલુ છે. વરસાદી પાણીના જળ ભરાવને કારણે રેલવે સ્ટેશનો પર પાણી ઘુસી ગયા છે. આપને જણાવી દઈએ કે બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન ‘મિચાઉંગ’#CycloneMichaungમાં વધુ તીવ્ર બન્યું અને 5 ડિસેમ્બરની બપોર સુધીમાં 80-90 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પવન ફૂંકવા સાથે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મિચાઉંગની અસર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આ ઉપરાંત ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.#CycloneMichaung ની અસરને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં બેદિવસ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે

ચક્રવાતી તોફાન #CycloneMichaung ની અસર દક્ષિણ ઓડિશાના તમામ જિલ્લાઓમાં જોવા મળશે .તથા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

કોઈ પણ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો 1070 (રાજ્ય), 1077 (જિલ્લો) અને 94458 69848 (વોટ્સએપ) પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.મિચાઉંગ #CycloneMichaungગંભીર ચક્રવાતી તોફાન તરીકે વધુ તીવ્ર બને તેવી શક્યતા સેવાઈ રહી છે. બંગાળની દક્ષિણપશ્ચિમ ખાડી પરનું ચક્રવાતી તોફાન મિચાઉંગ #CycloneMichaungછેલ્લા 06 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતીકે ,દક્ષિણના રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને પૂર્વ કિનારે રાહત અને બચાવ કામગીરી વિશે હું જાણકારી મેળવી રહ્યો છું. પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી અને ઓડિશા તેમજ આંધ્રપ્રદેશના ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા અપીલ છે

આપને જણાવી દઈએ કે દેશના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે . જમ્મુ કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષ થઇ રહી છે અને ગુજરાત ઠંડુગાર બન્યું છે .