Two Farmers End Lives:કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોના સપના તોડી નાખ્યા — અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતોએ આત્મહત્યા કરી. #gujrat,#farmer#rajkot

0
118
farmer
farmer

Two Farmers End Lives:#gujrat,#farmer#rajkot સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વર્ષે કમોસમી વરસાદ કાળો સાબિત થઈ રહ્યો છે. પાક નિષ્ફળ જતાં અને વધતી આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતોનું જીવન ઝેર બની ગયું છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને વિંછીયા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ બે ખેડૂતોએ જીવ આપ્યાના બનાવો સામે આવ્યા છે.

Two Farmers End Lives:રાજકોમાં બે ખેડૂત ની આત્મહત્યા .

Two Farmers End Lives:

Two Farmers End Lives:પ્રાપ્ત માહિતી અનુસાર, વિંછીયા તાલુકાના રેવાણીયા ગામના દાનાભાઈ રામજીભાઈ જાદવ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં તેઓ આર્થિક રીતે ખૂબ જ પીડિત બન્યા હતા. તાજેતરના કમોસમી વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી નાખતાં તેઓ હતાશ થઈ ગયા હતા. અંતે નિરાશામાં ઘેરાઈને દાનાભાઈએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Two Farmers End Lives:

Two Farmers End Lives:બીજી બાજુ, કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પણ પાક નિષ્ફળ જવાની ચિંતામાં જીવ ટૂંકાવ્યો છે. દિલીપભાઈએ ભાગવી રાખેલી ૨૮ વીઘા અને પોતાની દસ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે પાક બગડતાં અને મોટું દેવું ચડતાં તેમણે વાડીએ જ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

Two Farmers End Lives:

Two Farmers End Lives:બંને બનાવોથી ગ્રામ્ય વિસ્તારોમાં શોકનું મોજું ફેલાયું છે. પરિવારજનો અને ગામલોકો શોકમગ્ન છે, જ્યારે ખેડૂતોમાં વધતી આર્થિક અનિશ્ચિતતાની ચર્ચા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે.

કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર તરફથી તપાસ હાથ ધરાઈ છે, જ્યારે ખેડૂતોના સંગઠનોએ સરકારને પાક વીમા તથા રાહત સહાય ઝડપથી ચૂકવવાની માંગણી કરી છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Rajkot Ready for Cricket: ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે 3 વન-ડે મેચની શ્રેણી રાજકોટમાં.