રાજ કુંદ્રા પણ થયો કોરોના પોઝિટીવ
ટીવી એક્ટ્રેસ માહી વિજ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસે ખુદ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. માહીએ વીડિયો શેર કરીને કહ્યું કે, રિઝલ્ટ આવ્યાને ચાર દિવસ થયા છે કે હું કોવિડ પોઝિટિવ છું. મને તાવ અને અન્ય લક્ષણો આવતાં જ મેં ટેસ્ટ કરાવ્યો હતો. બધાએ મને કહ્યું કે, કોરોના ટેસ્ટ ન કરાવો તે ફ્લૂ છે, હવામાન બદલાઈ રહ્યું છે, રાજકુંદ્રા તેના પરિવારથી દૂર આઇસોલેશનમાં છે. જો કે હજુ સુધી રાજ કુંદ્રાના પરિવાર તરફથી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ શિલ્પા શેટ્ટી હાલ સેલ્ફ કોરેન્ટાઈન થઈ હોવાની માહિતી મળી રહી છે.