Truck strike : આજે વહેલી સવારથી ગુજરાત સહિત દેશભરમાં ટ્રાન્સપોર્ટ સેવ ઠપ્પ થઈ ગઈ છે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા અકસ્માતના કાયદાને લઇને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ટ્રક ડ્રાયવરોની હડતાળથી (Truck strike) રોજીંદી જીવન જરૂરીયાતોની સેવાને અસર પડી શકે છે. હડતાળ જો લાંબી ચાલે શાકભાજી, દૂધ, પેટ્રોલ ડીઝલની અછત વર્તાઇ શકે છે.
રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ (Truck strike) પર ઉતર્યા છે. આજે વહેલી સવારથી જ ટ્રક ડ્રાઇવરોએ ઠેર ઠેર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રક ડ્રાઇવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે બાંયો ચઢાવી હતી. ઉલ્લેખનીય છે કે, નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઇ છે, જેને લઇને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
Truck strike : નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ
આજે વહેલી સવારથી જ રાજ્યમાં ટ્રકના પૈડા (Truck strike) થંભી ગયા છે. આજે ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઇવરોએ એકતા જિંદાબાદ ના નારાસાથે વિરોધ પ્રદર્શન કરી આખા રોડને બ્લોક કરી દીધો હતો. નેશનલ હાઇવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો.
બીજી બાજુ મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાની ખેરાલુની વંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરે ચક્કાજામ (Truck strike) કર્યુ હતુ, અહીં રૉડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયુ હતુ. હડતાળના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રૉડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર (Truck strike) વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટ્રક ડ્રાઇવરો આજે વહેલી સવારથી જ હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ઉતર્યા છે. નવા અકસ્માત કાયદાને લઈને ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માંગ છે કે, આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.
તમે આ પણ વાંચી શકો છો
ISRO : નવા વર્ષેનો પહેલો દિવસ જ ભારત માટે બન્યો ગૌરવનો દિવસ