TRP GAMEZONE : 27 લોકોને ભળથુ બનાવનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે એટલે કે, 13 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. હાઇકોર્ટ સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી કરી રહી છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ રહી છે. કોર્ટે કડક શબ્દોમાં કહી દીધું છે કે આરોપીઓના ખિસ્સામાંથી મૃતકોના પરિજનોને વળતર આપવામાં આવે… સુનાવણી દરમ્યાન જુદી જુદી મહાનગર પાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, GHAA પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

TRP GAMEZONE : ઉચ્ચ અધિકારીઓનો રોલ તપાસવામાં આવે: હાઈકોર્ટ
TRP GAMEZONE : અરજદાર એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, કલેક્ટર, DDO વગેરે ઓફિસર ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હજાર હતા. શાળાઓમાં ઝેરી અને જ્વલનશીલ મટિરિયલ રાખી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લગતી તપાસ કરવામાં આવે. પ્રિન્સિપાલ સેક્રેટરી અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સિનિયર ઓફિસરોની રવિવાર સુધી કમિટી બનાવે. તપાસનો રિપોર્ટ 4 જુલાઈએ આપે. TRP ગેમ ઝોનમાં ઉચ્ચ અધિકારીઓનો રોલ તપાસવા કોર્ટે રિપોર્ટ માગ્યો છે. હવે શાળાઓ શરૂ થવાની છે, તેથી દરેક જિલ્લામાં ફાયર સેફ્ટીનું ઇન્સ્પેક્શન થયા. પ્લે સ્કૂલોનો પણ સમાવેશ થાય. પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી શાળાઓમાં તપાસ કરવામાં આવે.

TRP GAMEZONE : સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે
એડવોકેટ જનરલને કોર્ટે કહ્યું કે, તમે મોરબીના SIT રિપોર્ટ માટે બહુ રાહ જોઈ. અમે કહીએ ત્યારે નહીં તમારે જાતે આ અધિકારીઓ સામે તપાસ કરવાની હોય. સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે. એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, કોર્ટના નિર્દેશોનું પાલન ના થતાં આ ઘટના બની, નિયમોનું પાલન કરાયું નહીં. મૃતકોના પરિવારને આરોપીઓના ગજવામાંથી વળતર ચૂકવાય.
સરકારે વર્કિંગ ફોર્સ સામે પગલાં લીધા, જવાબદાર સામે નહીં. સંસ્થાનો વડો જ જવાબદાર ગણાય. કોર્ટ કોઈ કમિશ્નરની એફિડેવિટ જોવા નથી માંગતી, સીધો અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો રિપોર્ટ જોશે.

TRP GAMEZONE : રાજકોટ ટીઆરપી આગકાંડ મામલે પહેલીવાર 27 મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી 26 મે, 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે 27 મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીઓની ઝાટકણી કાઢી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો