ટામેટાની કિંમતમાં વધારોઃતમિલનાડુ સરકારનો મહત્વનો નિર્ણય

0
168
Tomato price hike: An important decision by the Tamil Nadu government
Tomato price hike: An important decision by the Tamil Nadu government

દેશભરમાં ટામેટાની કિંમતમાં વધારો

તમિલનાડુ સરકારનો મહત્વનો નિર્ણય

આઉટલેટ્સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય

રાશનની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું

દેશભરમાં ટામેટાની કિંમતમાં વધારો

તમિલનાડુ સરકારનો મહત્વનો નિર્ણય

આઉટલેટ્સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય

રાશનની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું

ટામેટાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આની વચ્ચે તમિલનાડુ સરકારે ટેમેટાની કિંમતને  અકુંશમાં લાવવા માટે મહત્વોનો નિર્ણય લીધો  છે. દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે. ટામેટાંની વધતી કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે  તેને રાશનની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું હતું. સહકાર મંત્રી કે.આર.પેરિયાકરુપ્પને કહ્યું હતું કે જો જરૂર પડશે તો આ અભિયાનને રાજ્યના અન્ય ભાગોમાં પણ વિસ્તારવામાં આવશે.

પડોશી રાજ્યોમાંથી સપ્લાયમાં વિલંબને કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે

સોમવારે (3 જુલાઈ) સચિવાલયમાં મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાશનની દુકાનો દ્વારા ટામેટાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે પડોશી રાજ્યોમાંથી ટામેટાંની સપ્લાયમાં વિલંબને કારણે ભાવમાં વધારો થયો છે. સહકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે એક પરિવારને દરરોજ એક કિલો ટામેટાં આપવાની યોજના બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે ઉત્તર ચેન્નાઈમાં 32 સ્થળો અને મધ્ય-દક્ષિણ ચેન્નાઈમાં 25 વાજબી ભાવની દુકાનો પર વેચવામાં આવશે.

સૂત્રના જણાવ્યા અનુસાર, કોયમ્બેડુ જથ્થાબંધ બજારમાં ટામેટાની છૂટક કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે શહેરના કેટલાક ભાગોમાં તે ઊંચા ભાવે વેચાઈ રહી છે. ટામેટાં ઉપરાંત લીલા મરચાં, લસણ, ધાણા અને આદુના ભાવ પણ આસમાને છે અને તેના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.

વાંચો અહી મહારાષ્ટ્રમાં અકસ્માત