શેરબજારમાં આજે કડાકો #NIFTY50 #SENSEX #INDIANSTOCKMARKET – શેરબજારમાં ગઈકાલે નોંધાયેલા રેકોર્ડ ઉછાળા બાદ આજે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો, રોકાણકારોનું પ્રોફિટ બુકિંગ નોંધાતા હેવી કરેક્શન નોંધાયુ હતું. સેન્સેક્સમાં ગઈકાલે નોંધાયેલો 3000 પોઈન્ટના ઉછાળા સામે આજે 1300થી વધુ પોઈન્ટનું કરેક્શન નોંધાયુ હતું.
સેન્સેક્સમાં 1281 પોઈન્ટનો કડાકો
સેન્સેક્સ 1281.68 પોઈન્ટ ગગડી 81148.22 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી પાંચ શેર નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતાં.

નિફ્ટીમાં પણ 340 થી વધુ પોઈન્ટનો કડાકો
જ્યારે અન્ય 25માં 4 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું. નિફ્ટી50 ગઈકાલે 25000 લેવલ નજીક પહોંચ્યા બાદ આજે 400 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. નિફ્ટી50એ તેજી માટે અત્યંત મહત્ત્વનું 24750નું સર્પોર્ટિંગ લેવલ ગુમાવ્યું હતું. અંતે 346.35 પોઈન્ટ તૂટી 24578.35 પર બંધ રહ્યો હતો.

બેન્ક નિફ્ટી પણ 442 પોઈન્ટના કડાકે બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે નોંધાયેલું કરેક્શન પ્રોફિટ બુકિંગના કારણે જ નોંધાયું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે