TMKOC: તારક મહેતા શૉ છોડવા અંગે સોનુ ભિડેએ ખોલ્યા અંદરના રાઝસોનુ#TMKOC #TaarakMehtaKaOoltahChashmah #NidhiBhanushali

0
1

TMKOC: સોનુ એટલે નિધિ ભાનુશાલીએ ખોલ્યા અંદરના રહસ્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Cashama)સૌથી લોકપ્રિય શો છે. આજે પણ દરેક ઘરમાં આ શો જોવાય છે.જો કે શોના કેરેક્ટર બદલાઇ ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મને અલવિદા કહી ચૂકેલા કેટલાક કેરેક્ટર્સ દ્વારા આ શોને લઇને નિવેદનો આપતા જોવા મળે છે. ત્યારે તારક મહેતાની સોનુ એટલે કે નિધિ ભાનુશાલીએ (Nidhi Bhanushali )પણ શોને લઇને જોડાયેલી કોન્ટ્રોવર્સીને લઇને વાત કરી.

નિધિ ભાનુશાલી  અંદરની વાતો પણ શેર કરી                             

નિધિએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનો રોલ પ્લે કર્યો હતો. તેણે આ શો સાથે જોડાયેલ અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું કે આ રોલ તેને કેવી રીતે મળ્યો હતો અને આ શૉ સાથે જોડાયેલી અંદરની વાતો પણ શેર કરી.

TMKOC

TMKOC: વિશે નિધિ ભાનુશાલીની ખુલાસાખોરી – શો કેમ છોડ્યો તેની કહાની

સ્ટાર્સ કેમ છોડી રહ્યા છે તારક મહેતા ?

નિધિ ભાનુશાલીએ તારક મહેતા શો સાથે જોડાયેલી કોન્ટ્રોવર્સીને લઇને વાત કરી હતી. તેણે શોમાં કામ કરવાનો અનુભવ અને પે ગેપને લઇને પણ વાતચીત કરી હતીય સોનું એટલે કે નિધિએ જણાવ્યું કે કઇ વસ્તુ એવી હોય છે જે માત્રને માત્ર સારીજ હોય. તમે જણાવી શકો છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જો તેમાં બધુ જ વ્હાઇટ છે તો એક બ્લેક ડોટ પણ હશે જ. અને જો બધુ જ બ્લેક છે તો એક વ્હાઇટ ડોટ પણ હશે. દરેક લોકો પોતાની જિંદગીમાં સારુ કરવાની કોશિશ કરે છે. દરેક વ્યક્તિ પોતાના માટે સારુ જ ઇચ્છે છે

TMKOC: કેવી રીતે મળ્યો શો ?

નિધિએ જણાવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ શો તેને કેવી રીતે મળ્યો. તેણે કહ્યું કે હું અને મારા પિતા એત જગ્યાએ ગયા હતા. અમારે 2-3 ઓડિશન્સ આપવાના હતા. તેમાંથી એક તારક મહેતાના સોનું માટેનું પણ કેરેક્ટર હતું, અમને ખબર હતી કે આ શો લોન્ગ ટાઇમ ચાલનારો છે. પણ હું લોન્ગ ટાઇમ કમિટમેન્ટ વાળા શો કરવા માગતી ન હતી. પરંતુ જ્યારે ખબર પડી કે આ શો તારક મહેતા છે. આ શોને ચાલુ થયે તે વખતે 4 વર્ષ થઇ ગયા હતા.

TMKOC

TMKOC: મે ઘણુ વિચાર્યુ પછી નક્કી કર્યુ કે હું આ રોલ કરીશ

હું પોતે તારક મહેતા જોતી હતી કારણ કે આ શૉ સ્પેશિયલ હતો. આથી અમે વિચાર્યુ કે ઓડિશન આપી દઇએ. કારણ કે 600-800 છોકરીઓ ઓડિશન આપવા આવી હતી એટલે એવુ થોડી કે મારુ સિલેક્શન થઇ જ જશે. પરંતુ 2-3 દિવસ પછી કોલ આવ્યો અને મને ખબર પડીકે હું સિલેક્ટ થઇ ગઇ છું. મે ક્યારેક વિચાર્યુ ન હતું કે હું સિલેક્ટ થઇશ. મારા માતા પિતા મારા ભણવા અંગે ટેન્શનમાં હતા. તેઓ મને પૂછતા કે તારે આ રોલ કરવો છે કે નહી. મે ઘણુ વિચાર્યુ પછી નક્કી કર્યુ કે હું આ રોલ કરીશ. મજા આવશે.

TMKOC
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે


: TMKOC: તારક મહેતા શૉ છોડવા અંગે સોનુ ભિડેએ ખોલ્યા અંદરના રાઝસોનુ#TMKOC #TaarakMehtaKaOoltahChashmah #NidhiBhanushali