TMC LIST : લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. બીજેપીએ 2 માર્ચે 195 ઉમેદવારોના નામ સાથે તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. બીજીબાજુ કોંગ્રેસે પણ પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ દરમિયાન રવિવારે વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો હતો. કોલકાતામાં આયોજિત રેલીમાં સહયોગી પાર્ટી ટીએમસીએ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ નામોની જાહેરાત કરી હતી.
TMC LIST : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. અને આજે ટીએમસીએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. તમામ 42 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. મમતાની આ જાહેરાતથી ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય ફરીવાર ચર્ચામાં આવી ગયું છે.
TMC LIST : ભારતીય પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને આપી ટીકીટ
ટીએમસીએ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પર પણ દાવ ખેલ્યો છે. યુસુફ પઠાણને બહરામપુરથી મેદાને ઉતાર્યાં છે. તે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને ટક્કર આપશે. આ સાથે લાંબા સમયથી વિવાદમાં રહેલા મહુઆ મોઇત્રાને પણ કૃષ્ણનગર બેઠકથી ચૂંટણી લડવા ટીકીટ આપી છે. . વર્તમાન સાંસદ અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલ બેઠક પરથી ફરી ચૂંટણી લડશે.
TMC LIST : પશ્ચિમ બંગાળમાંથી TMCએ જાહેર કરેલ ઉમેદવારોના નામ નીચે પ્રમાણે છે.
- કોલકાતા ઉત્તર-સુદીપ બંદોપાધ્યાય
- કોલકાતા દક્ષિણ-માલા રાય
- હાવડા-પ્રસૂન બંદોપાધ્યાય
- ડાયમંડ હાર્બર-અભિષેક બેનર્જી
- દમ દમ-પ્રો. સૌગત રોય
- શ્રીરામપુર-કલ્યાણ બેનર્જી
- હુગલી-રચના બંદોપાધ્યાય
- બેરકપુર-પાર્થ ભૌમિક
- બારાસત-ડો. કાકોલી ઘોષ દસ્તીદાર
- આરામબાગ-મિતાલી બાગ
- ઘાટલ-અભિનેતા દેવ
- મિદનાપુર-જૂન માલિયા
- બાંકુરા-અરૂપ ચક્રવર્તી
- વર્દવાનના ભૂતપૂર્વ ડૉ. શર્મિલા સરકાર
- આસનસોલ-શત્રુઘ્ન સિંહા
- વર્દવાન દુર્ગાપુર-કીર્તિ આઝાદ
- વીરભૂમ-શતાબ્દી રાય
- તમલુક-દેવાંશુ ભટ્ટાચાર્ય
- બસીરહાટ-હાજી નુરુલ ઈસ્લામ
- મથુરાપુર-બાપી હાલદર
- અલીપુરદ્વાર-પ્રકાશ ચિક બરાક
- દાર્જિલિંગ-ગોપાલ લામા
- રાયગંજ-કૃષ્ણ કુમાર કલ્યાણી
- બાલુરઘાટ-વિપ્લવ મિત્ર
- માલદાહ ઉતર – પ્રસુન બેનર્જી (ભૂતપૂર્વ IPS)
- માલદાહ દક્ષિણ- શાહનવાઝ રેહાન
- જાંગીપુર-ખલીલુર રહેમાન
- બેરહામપુર-યુસુફ પઠાણ (ભૂતપૂર્વ ક્રિકેટર)
- મુર્શિદાબાદ-અબુ તાહેર ખાન
- કૃષ્ણનગર-મહુઆ મોઇત્રા
- રાણાઘાટ- મુગટ ઓફિસર
- બનગાંવ-વિશ્વજીત દાસ
- જલપાઈગુડી- નિર્મલચંદ્ર રાય
- કૂચ બિહાર – જગદીશ ચંદ્ર બસુનિયા
- વિષ્ણુપુર-સુજાતા મંડલ ખાન
TMC LIST : નોંધનીય છે કે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ટીએમસીની ‘બ્રિગેડ જનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી 2024ના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ‘જન ગર્જન સભા’ નામની આ વિશાળ રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અમે NRC લાગુ નહીં થવા દઈએ. આજે હું બંગાળની 42 લોકસભા બેઠકો માટે તૃણમૂલના 42 ઉમેદવારોને આગળ લાવી રહી છુ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો