કેનેડાથી ગેરકાયદેસર રીતે USમાં ઘૂસવાના પ્રયાસમાં માણેકપુરા ગામના ત્રણના મોત

0
167

અમેરિકામાં અન્ય દેશમાંથી અવાર નવાર ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ થાય છે..એક આવીજ ઘટના સામે આવી હતી.. જેમાં 8 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છહતો. કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 લોકો ડૂબ્યા હતાં..8 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં…આ બનાવ અંગે મોટા ખુલાસા થયાં છે… મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય હતો. હવે કેનેડા પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક ગામનો હતો. મૃતકોમાં પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા. કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નો સમાવેશ થાય છે. એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.બોટ પલટી જવાથી તમામ લોકોના મોત નીપજ્યાં હતાં