કાળજાળ ગરમી વચ્ચે ગુજરાતમાં પાણીની હાલ કોઈ કિલ્લત નહીં સર્જાય

0
286

નર્મદા સહીતના ૨૦૭ જળાશયોમાં ૪૩.૧૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ગુજરાત સહીત સમગ્ર દેશના ઘણા રાજ્યોમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. જેને લઈને અનેક લોકોને પાણીની કિલ્લત સર્જાવવાનો ભય સતાવી રહ્યો છે. તે વચ્ચે ગુજરાતમાં પાણીની સ્થિતિ સકારાત્મક જોવા મળી રહી છે. નર્મદા સહીતના ૨૦૭ જળાશયોમાં હાલમાં ૪૩.૧૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં ૬૧૦ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૩૫.૯૨ ટકા અને કચ્છના ૨૦ ડેમોમાં ૩૧.૭૮ એમસીએમ જેટલું પાણી ઉપલબ્ધ છે.