દેશમાં વિવિધ ધાનોની નહી પડે અછત- આષાઢી તોલવા ની છે ઉમરેઠમાં અનોખી પંરપરા !

0
82
આષાઢી તોલવા
આષાઢી તોલવા

સમગ્ર ભારતમાં માત્ર કાશી અને ઉમરેઠના શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવા ની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી આષાઢી તોલવા માં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી તોલવા નું કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે,,તમને જણાવી દઇએ કે જે રીતે આષાઢી તોલાઇ તેમા આષાઢી નાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ વીસ આની રહેશે એટલે કે ખૂબ જ ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબજ સારો થશે એવો વરતારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે. તલ ,મગ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબજ સારો રહેશે મગ તથા ડાંગરનું પ્રમાણ વધારે , તથા બાજરી ઓછી હોવાથી તેને આધારીત વરસાદ પાછોતરો વિપુલ માત્રામાં રહેશે.

DHAN1

તારીખ: 4/7/2023 ” અષાઢ વદ એકમ 2079“ મંગળવારનાં રોજ ઉમરેઠના નગર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી..

આષાઢી નાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ વીસ આની રહેશે એટલે કે ખૂબ જ ખૂબ જ સારું રહેશે. દરેક પાક ખુબજ સારો થશે એવો વરતારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે.
તલ ,મગ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબજ સારો રહેશે.
મગ તથા ડાંગરનું પ્રમાણ વધારે , તથા બાજરી ઓછી હોવાથી તેને આધારીત વરસાદ પાછોતરો વિપુલ માત્રામાં રહેશે.

આ વર્ષની આષાઢી આ પ્રમાણે છે.
ઘઉં – 8 વધારે
તલ – 50 વધારે
અડદ – 5 વધારે
મગ – 173 વધારે
કપાસ – 3 વધારે
બાજરી – 5 ઓછી
માટી – 01 ( પા રતી ) ઓછી
ડાંગર – 4 વધારે
જુવાર – 10 વધારે
ચણા – અડધો વધારે

DHAN2

. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવા ની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલવાની પંરંપરા છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે. આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડુતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે