જોખમી સ્ટંટ કરનારા યુવાનો એ પોલીસ સામે કહ્યું ગાડી મારા બાપની ,,પણ રસ્તો … નથી…

0
66
અમદાવાદ જોખમી સ્ટંટ
અમદાવાદ જોખમી સ્ટંટ

અમદાવાદ માં જોખમી સ્ટંટ કરનારાઓ સાવધાન,, હવે પોલીસ તમારી રીલ જાહેરમાં ઉતારશે, જી હા હવે સિંધુ ભવન રોડ હોય કે અન્ય રસ્તાઓ પણ જોખમી સ્ટંટ કરતા પકડશો તો ખેર નથી,અમદાવાદ માં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયામાં લાઈક્સ અને ફોલોઅર્સની લ્હાયમાં પોતાનો જીવ જોખમમાં મૂકી જોખમી સ્ટંટ કરતા હોય છે. ત્યારે અમદાવાદ માં આવેલા અમદાવાદ ના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. જો કે, આ જોખમી સ્ટંટ કરનારા તમામ યુવાનોને અમદાવાદ પોલીસે પાઠ ભણાવ્યો હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઇએ કે ,અમદાવાદ ના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાની એક ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે પોલીસ સતર્ક બની ગઈ હતી. વાયરલ વીડિયોને આધારે અમદાવાદ સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જો કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજર પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.

પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાને સાથે રાખી સિંધુભવન રોડ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હાલ પોલીસ દ્વારા આસીફ અલી, આઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. તમામ સ્ટંટબાજો જુહાપુરાના અસામાજિક તત્વો છે. જેથી પોલીસે તમામની ધરપકડ કરી સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી છે. અમદાવાદ પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ તપાસમાં વધુ ખુલાસા થયા હતા. જેમાં આ નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા. જેથી અમદાવાદ પોલીસે નબીરાઓ હાથમાં ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં’નું પોસ્ટર પકડાવ્યું હતું.

ઉલ્લેખનિય છે  કે આ અગાઉ સિંધુભવન રોડ પર અનેક વખત નબીરાઓ દ્વારા કારમાં કે પછી મોટર સાયકલ પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાના અનેક વિડીયો સામે આવેલા છે. જેથી એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બનતો જોવા મળી રહ્યો છે.