ભારતની જી 20 અધ્યક્ષતાની દરેક પ્રશંસા કરી રહ્યાં છે. આ કડીમાં વિશ્વ બેન્કના અધ્યક્ષ અજય બગાં પણ સામેલ થયા છે. બંગા એ કહ્યુ કે ભારતે જી20ની અધ્યક્ષતામાં દુનિયા માટે એક નવો રસ્તો નક્કી કર્યો છે. તેમણે તે વાતની પણ પ્રશંસા કરી કે જી20 ઘોષણાપત્ર પર દરેક દેશોની સહમતિ બની શકી. બંગા એ કહ્યુ કે હું તે તથ્યથી ખુશ છું કે જી20 દેશ એક બીજાનો સાથ આપવા માટે એક સાથે ઉભા છે. તેમણે કહ્યું કે દુનિયા જોઈ રહી છે કે જી20ને કઈ રીતે વિકસિત દુનિયા અને વિકાસશીલ દેશ મળ્યા છે.
દુનિયાની 80 ટકા જીડીપી એક રૂમમાં…
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, બંગાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પડકારો હંમેશા અસ્તિત્વમાં રહેશે, પરંતુ ભારતે સર્વસંમતિ બનાવીને વિશ્વને રસ્તો બતાવ્યો છે. બંગાએ વધુમાં કહ્યું કે, વિશ્વની જીડીપીનો 80 ટકા ભાગ રૂમમાં બેઠો હતો. જો તેઓ કોઈપણ વિષય પર સહમત ન હોય તો તેનાથી સારો સંદેશ નહીં જાય. ઘોષણા પર સર્વસંમતિ બનાવવા માટે સક્ષમ થવા બદલ હું ભારત, તેના નેતૃત્વ અને G20 નેતાઓની ખરેખર પ્રશંસા કરું છું.
સંમેલનમાં હાજર દેશોનો મૂડ જોઈને સારૂ લાગ્યું
બંગાએ કહ્યુ કે દરેક દેશ પોતાનો ફાયદો જુએ છે. પરંતુ મેં આ સંમેલનમાં જે મૂડ જોયો, તેનાથી હું આશાવાદી છું. વિશ્વ બેન્કના અધ્યક્ષે કહ્યુ કે અહીં દરેક દેશ પોતાના રાષ્ટ્રીય હિતોનું ધ્યાન આપી રહ્યો હતો, પરંતુ બીજાના વિચારોને પણ સાંભળી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે G20 ઘોષણાપત્ર સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેના તમામ 83 ફકરા ચીન અને રશિયા સાથે 100 ટકા સહમતિ સાથે પસાર કરવામાં આવ્યા હતા. આ પ્રથમ વખત હતું જ્યારે જાહેરાતમાં સ્પીકરની કોઈ નોંધ અથવા સારાંશનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.