વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું
મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ
બાઈટ-એકનાથ શિન્દે,મુખ્યમંત્રી 00-1.04
વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. આ ઉપરાંત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ ન્હાવા શેવા અટલ સેતુ કરવામાં આવ્યું છે. ગયા મહિને વીર સાવરકર જયંતિના દિવસે મહારાષ્ટ્ર સરકારે આ અંગે નિર્ણય લીધો હતો.આ પહેલા કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના બદલાયેલા નામોને મંજૂરી આપી હતી. હવે ઔરંગાબાદને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ તરીકે ઓળખવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા છે. ઔરંગાબાદનું નામ મુઘલ શાસક ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જ્યારે ઉસ્માનાબાદનું નામ 20મી સદીના હૈદરાબાદ રજવાડાના શાસકના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર છત્રપતિ સંભાજી, તેમના પિતા દ્વારા સ્થાપિત મરાઠા સામ્રાજ્યના બીજા શાસક હતા. ઔરંગઝેબના આદેશ પર 1689માં સંભાજી મહારાજને ફાંસી આપવામાં આવી હતી. કેટલાક વિદ્વાનોના મતે ઉસ્માનાબાદ પાસે આવેલી ધારાશિવ નામની ગુફા આઠમી સદીની છે. હિન્દુ દક્ષિણપંથી સંગઠનો લાંબા સમયથી આ બંને શહેરોના નામ બદલવાની માંગ કરી રહ્યા છે.
ગયા મહિને જાહેરાત કરી હતી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સાવરકર જયંતિને વીર સાવરકર ગૌરવ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સરકારે બાંદ્રા-વર્સોવા દરિયાઈ પુલનું નામ વીર સાવરકર રાખવાની પણ જાહેરાત કરી હતી. વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર લોકોને વીર સાવરકર વીરતા પુરસ્કાર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
વિપક્ષ પર નિશાન સાધ્યું હતું
દેશના નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લોકશાહીના પવિત્ર મંદિરનું ઉદ્ઘાટન વીર સાવરકરની જન્મજયંતિના ઐતિહાસિક દિવસે કરવામાં આવ્યું હતું. તે તમામ લોકો માટે ઐતિહાસિક ઘટના હતી. દેશના 140 કરોડ લોકો તેમાં સહભાગી બન્યા અને તમામ લોકોએ તેમાં ભાગ લેવો જોઈતો હતો. તેમનો ઈશારો વિરોધ પક્ષ તરફ હતો.
વાંચો અહીં અમરનાથ યાત્રાની તૈયારીઓ