સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ, ભક્તો થયા ભાવવિભોર

0
157

ગુજરાતના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો ભક્તોએ વિશાળ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા હતા. ગુજરાતના સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ અપાયું હતું. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાનારા કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ તેમજ વરિષ્ઠ સંતો-મહંતો સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળા મળશે. હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરાયા બાદ રાત્રે ડાયરો યોજાશે, જેમાં ઓસમાણ મીર અને નિર્મળદાન ગઢવી સહિતના ગાયકો ભક્તિ ગીતો રજૂ કરશે.

પ્રોજેક્ટનું નામ ‘કિંગ ઓફ સાળંગપુર’

આ પ્રોજેક્ટ પર લગભગ 3 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટને આ પ્રોજેક્ટ પર  નામ અપાયું હતું. કુંડલધામના જ્ઞાનજીવનદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ નરેશ કુમાવત દ્વારા મૂર્તિનું નિર્માણ કરાયું છે. આ મૂર્તિ દક્ષિણાભિમુખ છે, જેના આધારે પ્રતિમા તૈયાર કરાઈ છે. તેના પર હનુમાનજીના ચરિત્રને દર્શાવતું ભીંતચિત્ર બનાવાયું છે, તેમાં સાળંગપુર ધામના ઈતિહાસનો પણ ઉલ્લેખ છે.