ટાઇટેનિક જહાજ ને જોવાના અભરખામાં મળ્યું મોત – પાંચ અબજપતિઓના કેવી રીતે થયા મોત

0
170
ટાઇટેનિક જહાજ
ટાઇટેનિક જહાજ

ટાઇટેનિક જહાજ કેટલું અપશુકનિયાળ હતું તે તો સમગ્ર વિશ્વને ખબર છે,10 એપ્રિલ 1912માં નિકળેલુ ટાઇટેનિક જહાજ ક્યારેય કિનારા ઉપર પરત આવ્યું ન હતું,  પણ હવે તેના કાટમાળને જોવું પણ મોતને આમંત્રણ આપવા સમાન સાબિત થઇ રહ્યું છે,  કારણ કે વિશ્વના પાચ મોટા ઉદ્યોગપતિઓના તેમાં મોત થયુ છે, જેઓ ટાઇટેનિક જહાજનું કાટમાળ જેવા માટે એક કેપ્સ્યુલમાં જોવા ગયા હતા, ટાઇટેનિક જહાજના કાટમાળથી પણ 1600 ફુટ નિચે ટાઇટન કેપ્સ્યુલનો કાટ માળ મળી આવ્યો હતો, ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા ગયેલી આ કેપ્સ્યૂલ 4 દિવસ એટલે કે 18 જૂનની સાંજથી ગુમ હતી. કેપ્સ્યૂલમાં હાજર તમામ પાંચ લોકોનાં મોત થયા છે. જેમાં બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ ડાઈવર પૉલ-હેનરી, પાકિસ્તાની-બ્રિટિશ બિઝનેસમેન શહજાદા દાઉદ, તેનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઈઓ સ્ટોકટન રશનો સમાવેશ થાય છેવિદેશી મિડીયાના અહેવાલ અનુસાર કેપ્સ્યૂલને 18 જૂને ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે એટલાન્ટિક મહાસાગરમાં છોડવામાં આવી હતી. તે 1:45 કલાક પછી ગુમ થઈ ગઇ. છેલ્લા 4 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, જેને હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. શોધમાં યુએસ, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના એરક્રાફ્ટ અને જહાજો સામેલ હતા.

TITANIK PHOTO 2

ભાંગી પડેલી કેપ્સ્યૂલ કાટળામની જેમ મળી આવી

વિદેશી મિડીયા અનુસાર 22 ફૂટ લાંબી ટાઇટન કેપ્સ્યૂલના 5 ભાગો કાટમાળમાંથી મળી આવ્યા છે. જેમાં ટેલ કોન અને પ્રેશર હલના 2 સેક્શન સામેલ છે. હજુ સુધી કાટમાળમાંથી કોઈ મુસાફરના અવશેષો મળ્યા નથી. કેપ્સ્યૂલ બનાવનારી કંપની ઓસેનગેટે કહ્યું- અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો સાચા સંશોધક હતા. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે છીએ.

કે, દરિયામાં આટલા ઊંડાણમાં મૃત્યુ પામેલા લોકો વિશે કંઈપણ શોધવું ખૂબ મુશ્કેલ છે.

TIAMNING

ટાઈટેનિક પાસે રેકોર્ડ થયેલા અવાજોના આધારે સર્ચ-ઓપરેશન  

ટાઇટેનિકના કાટમાળ નજીકથી રેકોર્ડ થયેલા અવાજોના આધારે શોધનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. તે અમેરિકાના કનેક્ટિકટ રાજ્ય કરતા બમણા મોટા વિસ્તારમાં મળી આવ્યો હતો. કનેક્ટિકટનું ક્ષેત્રફળ 13,023 ચોરસ કિમી છે. ટીમમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં 10 વધુ જહાજો અને કેટલીક કેપ્સ્યૂલ પણ શરૂ કરવામાં આવી છે. આ સિવાય ફ્રાન્સે સમુદ્રમાં પોતાનો અંડરવોટર રોબોટ પણ લોન્ચ કર્યો હતો.

જાણો આખો મામલો શુ છે,


હકીકતમાં, રવિવારે એક પ્રવાસી કેપ્સ્યૂલ ‘ટાઈટન’ એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ હતી. તેમાં એક પાયલટ અને 4 મુસાફરો સવાર હતા.વિદેશી મિડાયા અનુસાર, 18 જૂનની બપોરે, કેપ્સ્યૂલ પાણીમાં ઉતર્યાના 1 કલાક 45 મિનિટ પછી રડારથી ગાયબ થઈ ગઈ હતી. તેમાં માત્ર 96 કલાકનો લાઇફ સપોર્ટ છે. કેપ્સ્યૂલ હજુ પાણીમાં છે કે સપાટી પર આવી છે તે પણ જાણી શકાયું નથી.


ટાઇટેનિક જહાજનો કાટમાળ એટલાન્ટિક મહાસાગરમાં હાજર છે. તે કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડમાં સેન્ટ જોન્સથી 700 કિમી દૂર છે. આ ભંગાર સમુદ્રમાં 3800 મીટરની ઉંડાઈ પર છે. આ કેપ્સ્યૂલ પ્રવાસ પણ કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડથી શરૂ થાય છે. તે 2 કલાકમાં ભંગાર નજીક પહોંચી જાય છે.

યુએસ-કેનેડિયન રેસ્ક્યુ ટીમોએ સમુદ્રમાં 7,600 ચોરસ માઈલ વિસ્તારમાં શોધખોળ કરી છે. મંગળવારે એવું નોંધવામાં આવ્યું હતું કે કેપ્સ્યૂલની શોધ કેપ કોડથી લગભગ 900 માઇલ (1,450 કિમી) પૂર્વમાં ચાલી રહી છે. આ સિવાય સોનાર-બોયને પણ પાણીમાં છોડવામાં આવ્યા છે, જે 13 હજાર ફૂટની ઉંડાઈ સુધી નજર રાખી શકે છે. આ ઉપરાંત કોમર્શિયલ જહાજોની પણ મદદ લેવામાં આવી રહી છે.

TITANIK PHOTO 1

કપ્સ્યૂલ વિશે આ છે માહિતી


કેપ્સ્યૂલ એ ઓશન ગેટ કંપનીની ટાઇટન સબમર્સિબલ છે. તેનું કદ ટ્રક જેટલું છે. તે 22 ફૂટ લાંબુ અને 9.2 ફૂટ પહોળું છે. કેપ્સ્યૂલ કાર્બન ફાઈબરથી બનેલી છે. ટાઈટેનિકના કાટમાળ જોવા જવા માટે વ્યક્તિ દીઠ 2 કરોડ રૂપિયાની ફી છે. આ કેપ્સ્યૂલ દરિયામાં સંશોધન અને સર્વે માટે પણ ઉપયોગી છે. ધ્રુવીય પ્રિન્સ વેસલનો ઉપયોગ આ કેપ્સ્યૂલને લોન્ચ કરવા અને ચલાવવા માટે થાય છે.