ત્રીજા વિશ્વ યુદ્ધની આહટ
હમાસ ઇઝરાયેલ યુદ્ધ હવે મહાયુદ્ધ બને એવા તેજ ભણકારા
યમનના હૂતી બળવાખોરોએ સનાથી ઈઝરાયેલને નિશાન બનાવ્યું
હમાસ, હિઝબુલ્લાહ અને હૂતીની ત્રિપુટી ઈઝરાયેલ માટે માથાનો દુખાવો બની
યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 26 દિવસ પૂર્ણ થયા છે. ઈરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધ હવે ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિવર્તિત થવાના ઘણા સંકેત દેખાઈ રહ્યા છે. યુદ્ધના તણખલામાં વિશ્વ યુદ્ધની તૈયારીના ભય વચ્ચે નિર્દોષોના મોતને કેવી રીતે અટકાવવું તે પ્રશ્ન છે.ત્યારે કયા દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યાં છે. હમાસ અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ડર એ છે કે આ યુદ્ધ ગમે ત્યારે વિશ્વને ઘેરી શકે છે, કારણ કે હવે વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા આ યુદ્ધમાં કૂદી પડ્યા છે. યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાનું વલણ ખૂબ જ આક્રમક હતું, પરંતુ ગાઝા યુદ્ધમાં બાઈડનનું વલણ ખૂબ જ કઠિન છે. અમેરિકાએ ભૂમધ્ય સમુદ્રમાં ઈઝરાયેલની મદદ માટે બે યુદ્ધ જહાજો તૈનાત કર્યા હતા, જ્યારે રશિયાએ કાળા સમુદ્રમાં વિનાશકારી મિસાઈલોથી સજ્જ ફાઈટર જેટ તૈનાત કર્યા હતા. આ સમયે વિશ્વ યુદ્ધને આરે આવીને ઉભું છે.
કોણ કોની સાથે ઊભું હતું?
ઈઝરાયલની સાથે- ભારત, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, કેનેડા, કોલંબિયા, જ્યોર્જિયા, હંગેરી, ઇટાલી અને યુક્રેન છે. તો બીજી તરફ ચીન, તુર્કી, ઈરાન, પાકિસ્તાન, કુવૈત, લેબનોન અને ખાડી દેશો પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છે.
જ્યારે ઇઝરાયેલ પણ હમાસ અને હિઝબુલ્લા સાથે યુદ્ધ કરી રહ્યું છે, ત્યારે યમનના હુતી બળવાખોરોએ પણ તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. હમાસ, હિઝબુલ્લાહ અને હુતી એટલે કે ટ્રિપલ એચ અને આ ત્રણેય ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે માથાનો દુખાવો બની ગયા છે. યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ દક્ષિણ ઈઝરાયેલ વિરુદ્ધ શ્રેણીબદ્ધ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. આ સાથે હુતી વિદ્રોહીઓએ પણ ઈઝરાયેલ સામે યુદ્ધની જાહેરાત કરી છે. હવે ઈઝરાયેલની સામે હુથીઓ સૌથી મોટો પડકાર બની ગયાં છે.યમનના હુતી બળવાખોરોએ સનાથી ઈઝરાયેલને નિશાન બનાવ્યું છે. હુતી વિદ્રોહીઓએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં 1500 કિલોમીટર દૂરથી ઘૂસણખોરી કરી છે. સાઉદી અરેબિયા આઠ વર્ષથી હુથી વિદ્રોહીઓ સામે યુદ્ધ ચલાવી રહ્યું છે. ઇઝરાયેલના હુમલા બાદથી હુથિઓએ પેલેસ્ટિનિયનોનો સાથ આપ્યો છે. આનાથી આંદોલન માટે એક નવો મોરચો ખુલ્યો છે.આ તમામ પાસાઓને જોતા સ્પષ્ટ થાય છે કે ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે.
વાંચો અહીં પાકિસ્તાનના લાહોરમાંં પ્રદૂષણમાં વધારો