ગુજરાત સહીત દેશના ઘણા રાજ્યોમાં તાજેતરમાં જ રામ નવમીના પર્વ પર શોભાયાત્રા દરમિયાન કોમી હિંસા થઇ હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે હવે ૧૭ એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે, રામ નવમી પર પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ અને તેલંગાણા રાજ્યોમાં હિંસા વિરુદ્ધ ‘હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે, જે અંગે સુનાવણીની માંગ કરાઈ હતી.